
આગામી મેને બદલે હવે જૂનમાં રજૂ થશે સની દેઓલની ગબરુ ફિલ્મ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ ફિલ્મ પહેલાં ગત માર્ચમાં રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું. તે પછી રીલિઝ ડેટ બદલીને આઠમી મેએ રજૂ કરવાનો ર્નિણય લેવાયો હતો સની દેઓલની ફિલ્મ ‘ગબરુ’ વધુ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ પહેલાં ગત માર્ચમાં રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું.
તે પછી રીલિઝ ડેટ બદલીને આઠમી મેએ રજૂ કરવાનો ર્નિણય લેવાયો હતો. પરંતુ હવે તે જૂનમાં રજૂ થાય તેવી સંભાવના છે. ‘ધુરંધર ટુ’ન લીધે એક્શનનો ઓવરડોઝ થઈ ગયો હોવાથી દર્શકો તરત જ કોઈ એક્શન ફિલ્મ નહીં પચાવી શકે તેવું કારણ આગળ ધરી આ ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. હજુ ફિલ્મની નવી તારીખ નક્કી થઈ નથી. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરી રહ્યો છે.



