
વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ.વિરાટ કોહલી IPL સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બન્યો.કોહલીએ અત્યાર સુધીમાં ૨૭૪ મેચોમાં ૮૦૩ ચોગ્ગા ફટકાર્યા.જ્યારે પણ વિરાટ કોહલી મેદાન પર ઉતરે છે, ત્યારે તેના નિશાના પર હંમેશા કોઈને કોઈ રેકોર્ડ રહે છે. હાલમાં IPL રમી રહેલા વિરાટે ચાલુ સિઝનની ૩૪મી મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.IPL સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ હાલમાં વિરાટના નામે છે. વધુમાં આ જ ઇનિંગમાં તેણે IPL કારકિર્દીમાં ૩૦૦મો છગ્ગો ફટકાર્યો હતો.
IPL સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેનની વાત કરીએ તો, વિરાટ કોહલી યાદીમાં ટોપ પર છે. અત્યાર સુધીમાં તેણે ૨૭૪ મેચોમાં ૮૦૩ ચોગ્ગા ફટકાર્યા છે. તેના પછી બીજા સ્થાને પૂર્વ બેટ્સમેન શિખર ધવન છે. ધવને ૨૨૨ IPL મેચોમાં ૭૬૮ ચોગ્ગા ફટકાર્યા છે. દરમિયાન ૬૬૩ ચોગ્ગા સાથે ડેવિડ વોર્નર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. રોહિત શર્માનું નામ પણ આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે અત્યાર સુધી ૨૭૬ મેચમાં ૬૫૩ ચોગ્ગા ફટકાર્યા છે. ટોપ-૫માં અજિંક્ય રહાણેનો સમાવેશ થાય છે, જેણે ૨૦૫ મેચમાં ૫૨૨ ચોગ્ગા ફટકાર્યા છે.
IPL સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન
વિરાટ કોહલી: ૮૦૩ ચોગ્ગા
શિખર ધવન: ૭૬૮ ચોગ્ગા
ડેવિડ વોર્નર: ૬૬૩ ચોગ્ગા
રોહિત શર્મા: ૬૫૩ ચોગ્ગા
અજિંક્ય રહાણે: ૫૨૨ ચોગ્ગા
ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન છગ્ગો ફટકારીને કોહલીએ IPL ૩૦૦ છગ્ગા પણ પૂરા કર્યા. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજાે બેટ્સમેન બન્યો છે.IPL સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલના નામે છે, જેણે તેની કારકિર્દી દરમિયાન ૧૪૨ મેચમાં ૩૫૭ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ ૨૭૬ મેચમાં ૩૧૦ છગ્ગા ફટકાર્યા છે અને તે યાદીમાં બીજા ક્રમે છે. દરમિયાન વિરાટ કોહલીએ ૨૭૪ મેચોમાં ૩૦૦ છગ્ગા પૂરા કર્યા અને આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
IPL સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન
ક્રિસ ગેલ: ૩૫૭ છગ્ગા
રોહિત શર્મા: ૩૧૦ છગ્ગા
વિરાટ કોહલી: ૩૦૦ છગ્ગા
એમએસ ધોની: ૨૬૪ છગ્ગા
એબી ડી વિલિયર્સ: ૨૫૧ છગ્ગા



