
ગુજરાતમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ.રાજ્યભરમાં અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે તવાઈ.તંત્રએ શુદ્ધ ખોરાકની ખાતરી કરવા માટે ૪૦૦૦થી વધુ એકમો પર દરોડા પાડ્યા છે.ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખતરનાક ખેલને રોકવા માટે ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. છેલ્લા ૩૦ દિવસમાં રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તંત્રએ શુદ્ધ ખોરાકની ખાતરી કરવા માટે ૪૦૦૦થી વધુ એકમો પર દરોડા પાડ્યા છે.
તપાસ દરમિયાન સૌથી વધુ ગેરરીતિ ડેરી પ્રોડક્ટ્સમાં જાેવા મળી છે. તંત્રએ વિવિધ શહેરોમાંથી શંકાસ્પદ અને ભેળસેળિયા ૧૦૧૮ કિલો પનીરનો જથ્થો પકડી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આરોગ્યના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા ૧૮ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૨૭૦ એકમોને કડક નોટિસ ફટકારી છે.
કાળઝાળ ગરમીને કારણે હાલ બજારમાં શેરડીનો રસ, ફ્રૂટ જ્યુસ અને આઈસ્ક્રીમની માંગ વધી છે. આ તકનો લાભ લઈ હાનિકારક રંગો કે વાસી ફળોનો ઉપયોગ ન થાય તે માટે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ‘ દ્વારા ૧૫૭૬ સ્થળોએ સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. જ્યુસ અને અન્ય ઠંડા પીણાના ૧૧૮ નમૂનાઓને અત્યારે લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
વિવિધ મહાનગરપાલિકાઓએ પણ આ ઝુંબેશમાં જાેડાઈને સ્વચ્છતા ન જાળવનારા અને લાઇસન્સ વગર ધંધો કરતા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવી ચીમકી તંત્ર દ્વારા આપવામાં આવી છે.



