
રાજસ્થાન SOG એક્શનમાં.NEET UG નું પેપર ફૂટ્યું? ૧૪૦ પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા.SOG ની તપાસમાં આ છેડો કેરળની મેડિકલ કોલેજમાં ભણતા અને ચુરુના મૂળ નિવાસી એવા એક MBBS વિદ્યાર્થી સુધી પહોંચ્યો.૩ મે, ૨૦૨૬ના રોજ લેવાયેલી NEET (UG)પરીક્ષાના પેપર લીક થવાની આશંકાએ જાેર પકડ્યું છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના બે દિવસ પહેલા એટલે કે ૧ મેના રોજ સીકરમાં એક ગેસ પેપર (Guess Paper) ફરતું થયું હતું. આ હાથથી લખેલા પેપરમાં કુલ ૩૦૦ પ્રશ્નો હોવાનો દાવો કરાયો છે, જેમાંથી ૧૪૦ પ્રશ્નો ૩ મેની અસલી પરીક્ષામાં બેઠા પૂછાયા હતા.
NEET માં દરેક સાચા પ્રશ્નના ૪ ગુણ હોય છે. ૧૪૦ પ્રશ્નો મેચ થવાનો અર્થ એ છે કે અંદાજે ૬૦૦ ગુણનું પેપર પરીક્ષા પહેલા જ બહાર આવી ગયું હતું. નીટની પરીક્ષા ૭૨૦ માર્ક્સની હોય છે. તપાસકર્તાઓનું કહેવું છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પણ તેના વિકલ્પોનો ક્રમ (Sequence of Options) પણ અસલી પેપર જેવો જ હતો.
SOG ની તપાસમાં આ છેડો કેરળની મેડિકલ કોલેજમાં ભણતા અને ચુરુ (રાજસ્થાન) ના મૂળ નિવાસી એવા એક MBBS વિદ્યાર્થી સુધી પહોંચ્યો છે. આ વિદ્યાર્થીએ ૧ મેના રોજ સીકરમાં તેના એક મિત્રને આ સામગ્રી મોકલી હતી.
ત્યારબાદ તે કોચિંગ નેટવર્ક, પીજી સંચાલકો અને કરિયર કાઉન્સેલરો દ્વારા હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ હતી. શરૂઆતમાં આ પેપર ૨૦ હજારથી ૨ લાખ રૂપિયામાં વેચાયું હતું, પરંતુ પરીક્ષાની આગલી રાતે તેની કિંમત ૩૦ હજાર સુધી પહોંચી હતી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્વીકાર્યું છે કે તેઓ રાજસ્થાન SOG ની તપાસથી માહિતગાર છે. એજન્સીએ જણાવ્યું કે પરીક્ષાના ચાર દિવસ પછી તેમને આ ગેરરીતિની જાણ થઈ હતી અને તેમણે તાત્કાલિક સંબંધિત તપાસ એજન્સીઓને વિગતો સોંપી દીધી છે. ર્જીંય્ ના અંતિમ રિપોર્ટ બાદ NTA આગળનો ર્નિણય લેશે.
આ ઘટનાએ ૨૦૨૪ના દ્ગઈઈ્ વિવાદની યાદો તાજી કરી દીધી છે, જ્યારે માર્કસમાં થયેલો વધારો અને પેપર લીકના આક્ષેપોને કારણે દેશભરમાં દેખાવો થયા હતા અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.



