
આજે એક ફિલ્મના વસૂલે છે કરોડો રૂપિયા ફક્ત ૫૦૦ રૂપિયાની ફીથી શરૂ થઈ અભિનેત્રી ત્રિશા કૃષ્ણનની સફર ત્રિશા કૃષ્ણનને આજે દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે
દક્ષિણ ભારતીય અભિનેત્રી ત્રિશા કૃષ્ણન હાલમાં સોશિયલ મીડિયા પર સમાચારમાં છે. ત્રિશા કૃષ્ણનને આજે દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. જાેકે, બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે પોતાની કારકિર્દી ખૂબ જ ઓછી ફીથી શરૂ કરી હતી. એક સમયે તેમની પહેલી ભૂમિકા માટે માત્ર ૫૦૦ રૂપિયા લેતી ત્રિશા હવે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. ત્રિશા કૃષ્ણન એક લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેત્રી છે. તેમણે પોતાની ઓળખ બનાવી છે. તમિલ પલક્કડ ઐયર પરિવારમાંથી આવતી ત્રિશા ૧૬ વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશી હતી. તેણે ૧૯૯૯ની તમિલ ફિલ્મ જાેડીમાં એક નાની ભૂમિકાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ધીમે ધીમે તમિલ અને તેલુગુ સિનેમામાં પોતાને સાબિત કરી છે. ૨૦૦૩માં ત્રિશા કૃષ્ણનને ફિલ્મ લેસા લેસામાં મુખ્ય ભૂમિકા મળી, ત્યારબાદ તેણે અભિનયને પોતાની કારકિર્દી તરીકે અપનાવી હતી.
ફિલ્મ ઉદ્યોગમાં શરૂઆતના દિવસોમાં ત્રિશાને તેની પહેલી ભૂમિકા માટે માત્ર ૫૦૦ ફી મળી હતી. ત્રિશા કૃષ્ણને તેની કારકિર્દી દરમિયાન અનેક હિટ ફિલ્મો આપી, જેનાથી તેણે ઉદ્યોગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.
આજે ત્રિશાને તમિલ સિનેમામાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે, જે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા કૃષ્ણને થલાપતિ વિજય અભિનીત ફિલ્મ
ત્રિશા કૃષ્ણન હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીને સુપરસ્ટાર વિજય સાથે જાેડવામાં આવી રહી છે. વિજયની પત્ની સંગીતા સોરનાલિંગમે છૂટાછેડા માટે અરજી કરી ત્યારથી આ બંને સમાચારમાં છે. તેઓ અનેક કાર્યક્રમોમાં સાથે જાેવા મળ્યા છે.
દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા છે. ૧૦ મેના રોજ તેમણે ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ હાજર રહી હતી. તેમના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.



