
૧૧ નવેમ્બરે પ્રાઇમ વીડિયો પર ત્રીજી સીઝન આવવાની છે લોર્ડ ઓફ ધ રિંગ્ઝની ત્રીજી સીઝન પહેલાં ચોથી સીઝનની જાહેરાત ધ લોર્ડ ઓફ ધ રિંગ્ઝ અને ધ હોબિટની ઘટનાઓથી હજારો વર્ષ પહેલાની “સેકન્ડ એજ” પર આધારિત સિરીઝ છે ધ લોર્ડ ઓફ ધ રિંગ્ઝ- ધ રિંગ્ઝ ઓફ પાવરને સીઝન ૪ માટે સત્તાવાર રીતે રિન્યુ કરવામાં આવી છે, જ્યારે સીઝન ૩ની પહેલી ઝલકમાં સૌરોનની અત્યાર સુધીની સૌથી મોટી જંગની ઝાંખી જાેવા મળી છે. પ્રાઇમ વીડિયોએ જાહેરાત કરી છે કે સીઝન ૩ નું પ્રીમિયર ૧૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ થશે.એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝના વૈશ્વિક ટેલિવિઝન વિભાગના વડા પીટર ફ્રિડલેન્ડરે જણાવ્યું હતું કે, શરૂઆતથી જ આ સિરીઝે ભવ્યતા, મહત્ત્વાકાંક્ષા અને સિનેમેટિક વાર્તાકથનની અનોખી ઓળખ બનાવી છે. તેમણે કહ્યું કે વિશ્વભરના લાખો દર્શકોના અસાધારણ પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે મિડલ અર્થની આ સફર આજે પણ દર્શકોને એટલી જ ગમે છે.સીઝન ૩ મુખ્યત્વે “એલ્વ્ઝ અને સૌરોનની જંગ” પર આધારિત રહેશે. સીઝન ૨ પછીની ઘટનાઓથી કેટલાંક વર્ષાે આગળ વધતી કથામાં ડાર્ક લોર્ડ સૌરોન “વન રિંગ” બનાવવાનો પ્રયાસ કરશે, જેથી તે સમગ્ર મિડલ અર્થ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી શકે. નવી સીઝનમાં રાજ્યો વચ્ચેનો સંઘર્ષ, તૂટતી મિત્રતાઓ અને વધતા અંધકારની ભવ્ય રજૂઆત જાેવા મળશે.એમેઝોન મુજબ, આ શ્રેણીને અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૧૮૫ મિલિયનથી વધુ દર્શકો મળી ચૂક્યાં છે, જે તેને પ્રાઇમ વિડિયોની સૌથી સફળ શ્રેણીઓમાં સ્થાન અપાવે છે. સીઝન ૧ પ્લેટફોર્મની અત્યાર સુધીની સૌથી મોટી ટેલિવિઝન પ્રીમિયર રહી હતી, જ્યારે સીઝન ૨ પ્રાઇમ વિડિયોની સૌથી વધુ જાેવાતી પરત ફરેલી સીઝન્સમાં ટોપ ૫માં સામેલ હતી.ધ લોર્ડ ઓફ ધ રિંગ્ઝ અને ધ હોબિટની ઘટનાઓથી હજારો વર્ષ પહેલાની “સેકન્ડ એજ” પર આધારિત આ સિરીઝ મિડલ અર્થના વિવિધ રાજ્યો — લિન્ડન, નૂમેનોર અને મિસ્ટી માઉન્ટન્સની ગાથા રજૂ કરે છે, જ્યાં સારા અને દુષ્ટ સીઝન ૩ ફરી એકવાર શોરનર્સ જે.ડી.પાય્ન અને પેટ્રિક મકીના માર્ગદર્શન હેઠળ બનશે. તેમની સાથે લિન્ડસે વેબર, જસ્ટિન ડોબલ, કેટ હેઝલ અને શાર્લેટ બ્રાન્ડસ્ટ્રો પણ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ તરીકે જાેડાયેલા રહેશે. મેકર્સે સીઝન ૩ની જાહેરાત સાથે જ સીઝન ૪ ને પણ લીલી ઝંડી આપી દીધી છે. હવે દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ છે કે મિડલ અર્થ માટેની આ મહાયુદ્ધ ગાથા આગળ કયા નવા વળાંક લાવશે.



