
કોર્ટ દ્વારા ૧ જૂને બંને પક્ષોને નોટિસ મોકલવામાં આવી ડોન ૩નો મામલો કોર્ટ સુધી પહોંચ્યો, FWICE વિરુદ્ધ અરજી દાખલ થઈ આ અરજી FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ જાહેર કરાયેલા અસહકારના ર્નિદેશના અનુસંધાનમાં દાખલ કરવામાં આવી છે ફરહાન અખ્તર અને રણવીર સિંહ સાથે જાેડાયેલ ડોન ૩નો વિવાદ આ વર્ષની શરૂઆતથી જ ચાલી રહ્યો છે. ગયા સોમવારે, ૨૫ મેના રોજ, આ મામલે FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઇઝ)એ રણવીર સિંહ વિરુદ્ધ અસહકારના ર્નિદેશ જાહેર કર્યા ત્યારે આ વિવાદે મોટો વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિવાદનું નિરાકરણ ન આવે અને રણવીર સિંહ FWICE ના મુખ્ય અધિકારીઓને મળી ન લે ત્યાં સુધી આ ર્નિદેશ અમલમાં રહેશે. હવે, એક અઠવાડિયા પછી, આ મામલે વધુ એક બાબત સામે આવી છે. વરિષ્ઠ ફિલ્મ નિર્માતા ટી.પી. અગ્રવાલે બોમ્બે સિવિલ કોર્ટમાં FWICE અને IMPPA (ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન) વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવાયું છે કે ફિલ્મ ઉદ્યોગના કોઈપણ સભ્ય સામે પ્રતિબંધ મુકવાનો અથવા અસહકાર જાહેર કરવાનો અધિકાર કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે નથી.ટી.પી. અગ્રવાલ ૧૭ વર્ષ સુધી IMPPA ના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચાર વખત FFI (ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા)નાં અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. હાલમાં તેઓ FFI અને IMPPA બંનેનાં માનદ્દ સભ્ય છે.તેમના પ્રેસ નિવેદન મુજબ, કોર્ટ દ્વારા ૧ જૂને બંને પક્ષોને નોટિસ મોકલવામાં આવી છે. આ અરજી FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ જાહેર કરાયેલા અસહકારના ર્નિદેશના અનુસંધાનમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે ટી.પી. અગ્રવાલે કહ્યું, “ફિલ્મ ઉદ્યોગ સહયોગ પર આધારિત છે અને આ પ્રકારના મુદ્દાઓનું નિરાકરણ યોગ્ય કાનુની અને વ્યાવસાયિક માધ્યમો દ્વારા થવું જાેઈએ. કોઈ વ્યક્તિ સાથે કામ ન કરવા માટે લોકોને આદેશ કરવાનો પ્રયાસ હળવાશથી લેવો ન જાેઈએ. આવા પગલાં રોજગાર અને સર્જનાત્મક સ્વતંત્રતા પર લાંબા સમયની અસર કરી શકે છે. તેથી આવા મુદ્દાઓનો ન્યાયસંગત, પારદર્શક અને કાયદેસર રીતે ઉકેલ આવવો જાેઈએ. FWICE એ જે કર્યું છે તે બિલકુલ ખોટું છે અને તે તેમનાં અધિકારક્ષેત્રમાં આવતું નથી. તેઓ આવું ન કરી શકે. અમે ૨૦૧૭માં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા પાસે ગયા હતા અને કોર્ટનો ચુકાદો પણ આવ્યો હતો કે તેઓ આવું ન કી શકે, કારણ કે તે તેમના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી.”



