
મારી વ્હાલી દીપિકા…પ્લીઝ મારી મજાક વિશે ગેરસમજ ન કરતી ઇમ્તિઆઝ અલીએ દિપીકાની છાપ વિશેનાં નિવેદન વિશે માફી માગી તાજેતરમાં ઇમ્તિયાઝ અલીએ ‘કોકેટલ’માં દીપિકા પાદુકોણનાં વર્નિકા પાત્ર વિશે એક ઇન્ટરવ્યુમાં કરેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું દીપિકા પાદુકોણ અને ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી વચ્ચેનો સંબંધ એક દાયકાથી પણ વધુ લાંબો રહ્યો છે. તેમણે બંનેએ ‘લવ આજ કલ’થી લઈને કલ્ટ ક્લાસિક ‘તમાશા’ સુધી, સિનેપ્રેમીઓને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. જાેકે, તાજેતરમાં ઇમ્તિયાઝ અલીએ ‘કોકેટલ’માં દીપિકા પાદુકોણનાં વર્નિકા પાત્ર વિશે એક ઇન્ટરવ્યુમાં કરેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. તેથી હવે ઇમ્તિઆઝે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.ઇમ્તિયાઝ અલીનાં ‘ગુડ ગર્લ ઈમેજ’ અંગેનાં નિવેદનને લઈને ઑનલાઇન ટીકા શરૂ થતાં જ, ડિરેક્ટરે તરત જ વાત સ્પષ્ટ કરવાનો ર્નિણય લીધો છે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જાહેર સ્પષ્ટતા શેર કરી અને સીધું દીપિકા પાદુકોણને સંબોધીને વાત કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું, “મારી સૌથી પ્રિય અને સુંદર દીપિકા પાદુકોણ, તું મારી મિત્ર છે, મારી દોસ્ત છે અને મજાક કે રમુજ માટેનો મારો સૌથી સલામત વિકલ્પ છે. મને લાગે છે કે તું મારી મજાકને ક્યારેય ખોટી રીતે નહીં લે, કારણ કે તારા કરતાં વધુ કોઈ નથી જાણતું કે હું તને કેટલો પ્રેમ કરું છું, પ્રશંસા કરું છું, સમજું છું અને માન આપું છું. પરંતુ મને કહેવામાં આવ્યું કે કદાચ તું ગેરસમજ કરી શકે અને તને દુ:ખ લાગી શકે, એટલે હું કહી રહ્યો છું — કૃપા કરીને એવું ન કરતી.”ફિલ્મમેકરે આગળ ઉમેર્યું, “તારા પ્રત્યે ખરાબ બનવું તો આ જન્મમાં શક્ય જ નથી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તારા માટે આવી સ્પષ્ટતા લખવી પડશે, પરંતુ ઘણો સમય થઈ ગયો હતો અને હું કોઈ જાેખમ લેવા માંગતો નહોતો. તને હંમેશાં પ્રેમ અને શુભેચ્છાઓ.”ઇમ્તિયાઝ અલીએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “વર્નિકા, તે સમયની દીપિકા પાદુકોણની ઈમેજથી ખૂબ જ અલગ હતી. પરંતુ કારણ કે હું તેની સાથે રૂમમાં રહ્યો હતો અને પાર્ટીઓમાં હાજર રહ્યો હતો, હું જાણતો હતો કે તે કેટલી ક્રેઝી અને વાઇલ્ડ હોઈ શકે છે, ભલે તે એ સમયે ‘ગુડ ગર્લ’ ઈમેજ પ્રોજેક્ટ કરતી હતી. હવે લોકો તેની એ બાજુને પારખી ગયા છે. તેથી મને લાગ્યું કે આ દીપિકા પાદુકોણ માટે કંઈક બિલકુલ નવો રોલ રહેશે.”



