
વરુણ ધવન અને લોરેન્સ કેસાનોવ વચ્ચે ચર્ચાના અહેવાલો.અભિનેતા વરુણ ધવનના હોલિવૂડ ડેબ્યુ કરે તેવી ચર્ચા.વરુણ છેલ્લે બોર્ડર ૨માં જાેવા મળ્યો હતો, જે આ વર્ષની જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી.વરુણ ધવન ટૂંક સમયમાં પોતાના કરિયરમાં એક મોટું પગલું ભરી શકે છે. તેના વિશેના અહેવાલો મુજબ વરુણ હોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે ચર્ચામાં છે. જાેકે વરુણ અથવા તેની ટીમ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ સંભવિત ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ અંગેની ચર્ચાએ પહેલાં જ તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.વરુણના હોલિવૂડ ડેબ્યુ અંગેના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ પ્રોજેક્ટ અંગેની ચર્ચાઓ સતત આગળ વધી રહી છે. એક સુત્ર દ્વારા મળતા અહેવાલો અનુસાર, “વરુણને એક હોલિવૂડ પ્રોજેક્ટની ઓફર કરવામાં આવી છે અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચાઓ સતત આગળ વધી રહી છે. તેણે તાજેતરમાં લોરેન્સ કેસાનોવ સાથે સંપર્ક કર્યાે હતો અને બંને પક્ષો હાલમાં એડવાન્સ સ્ટેજની ચર્ચામાં છે. હજી કેટલીક બાબતો અંતિમ તબક્કામાં છે, પરંતુ આ પ્રોજેક્ટ વરુણના કૅરિયરમાં વૈશ્વિક સ્તરે મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.”આ અહેવાલો મુજબ, રસપ્રદ વાત એ છે કે વરુણે અગાઉ હોલિવૂડમાં ડેબ્યુ કરવાની પોતાની ઇચ્છા વિશે વાત કરી હતી. આ વર્ષે માર્ચમાં એક પોડકાસ્ટમાં હાજરી દરમિયાન તેણે પોતાના શરૂઆતના સપનાઓ વિશે ખુલાસો કર્યાે હતો અને કહ્યું હતું કે અભિનય હંમેશાં તેની ગમતી કૅરિયર રહી છે.પોતાના યુવાનીના દિવસોની યોજનાઓ વિશે વાત કરતાં વરુણે કહ્યું, “મેં વિવિધ એક્ટિંગ ક્લાસિસમાં પ્રવેશ લીધો હતો. ખરેખર, મારી ઇચ્છા હોલિવૂડમાં ડેબ્યુ કરીને મારા પિતાને બતાવી દેવાની હતી. હું ઈચ્છતો હતો કે મને સ્ટીવન સ્પિલબર્ગ લોન્ચ કરે અથવા અનુરાગ કષ્યપ લોન્ચ કરે. પાપાને ફક્ત આ બે વાતોથી જ ઝટકો લાગી શક્યો હોત. પરંતુ જ્યારે કરણ જાેહરે મને લોન્ચ કર્યાે ત્યારે પણ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”ફિલ્મની વાત કરીએ તો, વરુણ છેલ્લે બોર્ડર ૨માં જાેવા મળ્યો હતો, જે આ વર્ષની જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ રોમેન્ટિક એન્ટરટેનરમાં અન્ય કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે અને ફિલ્મ ૫ જૂને રિલીઝ થવાની છે. જાેકે નિર્માતાઓએ હજી સુધી ફિલ્મનો સત્તાવાર ટ્રેલર લોન્ચ કર્યું નથી, તેઓ પહેલા ફિલ્મનું ટીઝર અને કેટલાક ગીતો રિલીઝ કરી ચૂક્યા છે.



