
ભારત માટે પણ ઉશ્કેરણીજનક હરકત! દરિયામાં રશિયન ઓઇલ ટેન્કર પર બ્રિટિશ કમાન્ડોના દરોડા ઉલ્લંઘનની આશંકાના આધારે ૩૮ વર્ષના એક ભારતીય નાગરિકની અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધરીને રશિયાના એક શંકાસ્પદ ઓઇલ ટેન્કર સ્મર્ટોસ પર મરીન કમાન્ડો અને નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા દરોડો પાડ્યો છે. હેલિકોપ્ટરની મદદથી હવામાંથી કરાયેલી આ દિલધડક કાર્યવાહી આશરે ૬ કલાક સુધી ચાલી હતી, જેની મદદથી હવે આખા જહાજને બ્રિટિશ સેનાએ પોતાના અંકુશમાં લઈ લીધું છે. કેમરૂન દેશનો ધ્વજ ફરકાવેલું આ જહાજ રશિયાના શેડો ફ્લિટ (પ્રતિબંધોથી બચીને ઓઇલની હેરફેર કરતો કાફલો)નો ભાગ હોવાની શંકા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે મોટો આંચકો ગણાતી આ ઘટનાએ ભારતની ચિંતા પણ વધારી દીધી છે કારણ કે, આ જહાજ પર કામ કરનારો મોટા ભાગનો સ્ટાફ ભારતીયોનો છે.
આ કથિત રશિયન ઓઇલ ટેન્કર પર કુલ ૨૪ ક્રૂ મેમ્બર્સ સવાર છે, જેમાંથી ૨૨ નાવિકો ભારતીય છે અને બાકીના જાેર્જિયાના નાગરિકો છે. આ ટેન્કર રશિયાના ઉસ્ત-લુગા બંદરથી ઇજિપ્તના પોર્ટ સઈદ તરફ જઈ રહ્યું હતું. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીના અધિકારીઓએ રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ઉલ્લંઘનની આશંકાના આધારે ૩૮ વર્ષના એક ભારતીય નાગરિકની અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે. જાેકે, બાકીના તમામ ભારતીય નાવિકો હાલ જહાજ પર જ સુરક્ષિત છે અને બ્રિટિશ એજન્સીઓની તપાસમાં સહયોગ આપી રહ્યા છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇંગ્લિશ ચેનલમાં કરવામાં આવેલું આ પ્રકારનું આ પહેલું અને સૌથી મોટું સૈન્ય ઓપરેશન છે. આ સફળતા બદલ સેનાને અભિનંદન આપતા બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી રશિયાને આર્થિક અને વ્યૂહનીતિના મોરચે બહુ મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેન યુદ્ધમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સૈન્ય તાકાત વધારનારા અને યુદ્ધને પ્રોત્સાહન આપનારા લોકોને વૈશ્વિક સ્તરે ક્યાંય છુપાવવા દેવામાં નહીં આવે. જાેકે, આ સૈન્ય કાર્યવાહી અંગે રશિયા (મોસ્કો) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ રશિયા અગાઉ બ્રિટનના આવા પગલાંને ગેરકાનૂની અને સમુદ્રી લૂંટફાટ ગણાવી ચૂક્યું છે.
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલય દ્વારા આ ઓપરેશનનો એક રોમાંચક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફૂટેજમાં આધુનિક એસોલ્ટ રાઈફલોથી સજ્જ બ્રિટિશ મરીન કમાન્ડો ચિનૂક, મર્લિન અને વાઈલ્ડકેટ જેવા શક્તિશાળી હેલિકોપ્ટરોમાંથી દોરડાના સહારે જહાજ પર ઉતરતા જાેઈ શકાય છે. સેનાના જવાનોએ જહાજની અંદર ઘૂસીને તમામ રૂમ અને ગલિયારાઓની તપાસ કરી હતી, જ્યારે દ્ગઝ્રછના અધિકારીઓ જહાજના દસ્તાવેજાે ચકાસતા જાેવા મળ્યા હતા. આ સમગ્ર ઓપરેશનમાં રોયલ એરફોર્સના P-8A સમુદ્રી ગશ્તી વિમાન અને નેવીના શક્તિશાળી જહાજાે ૐસ્જી સધરલેન્ડ અને ૐસ્જી લેડબરીએ પણ ભાગ લીધો હતો. આ જહાજ પર બ્રિટને ગયા વર્ષે ઓક્ટોબરમાં જ પ્રતિબંધ મૂક્યો હતો.



