
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દુલાલગીરી મહારાજના નામે જાણીતા એક સાધુની કેટલીક તસવીરો અને વિડિયો છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે એમાં દાવો કરવામાં આવે છે કે આ મહારાજ શિવજીની અત્યંત કઠિન સાધના કરી રહ્યા છે એ માટે તેમણે નહીં બેસવાનું નક્કી કર્યું છે.
સામાન્ય રીતે તપ અને ધ્યાન બેસીને કરવાના હોય, પણ આ મહારાજે ઉભા રહેવાની સાધના આદરી છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહારાજ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઉભા જ છે. તેઓ આરામ પણ ઉભા ઉભા જ કરે છે. એ માટે તેઓ ઝુલા પર શરીરનો આગળનો ભાગ ટેકવીને આરામ લેતા જણાય છે.
સતત ઊભા રહેવાને કારણે તેમના ઘૂંટણ પર સોજો આવી ગયો છે. અને પગમાં બ્લડ સર્ક્યુલેશન રોકાઈ ગયું હોવાથી પગ નીચેથી કાળા પડી રહ્યા છે. કેટલાક લોકોનો દાવો છે કે દુલાલગીરી મહારાજ પાંચ વર્ષથી નહીં પણ બાર વર્ષથી આ ખડી તપસ્યા કરી રહ્યા છે. જોકે આ દવાઓનું ક્યાંય વેરિફિકેશન નથી થયું.



