
સમંથાએ કહ્યું હવે મને થોડો સમય લાગશે માતા બનવાની તૈયારીમાં સામંથા, સિનેમાથી થોડા સમય માટે બ્રેક લેશે ફિલ્મમાં ગુલશન દેવૈયા, દિગંત મંચાલે, ગૌતમી તડિમલ્લા, શ્રીમુખી અને અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ માતૃત્વના નવા અધ્યાયની શરૂઆત પહેલાં ફિલ્મી દુનિયામાંથી થોડા સમય માટે બ્રેક લેવાની વાત કરી છે. સમંથાએ જણાવ્યું કે તે પોતાની તાજેતરની ફિલ્મ ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા બાદ એક બ્રેક લઈ રહી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન સામંથાએ કહ્યું, “હું ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતાના ઉત્સાહ સાથે બ્રેક લઈ રહી છું. થોડો સમય આરામ કરવાનું વિચારી રહી છું અને આ સફળતાના સમયમાં બ્રેક લેવાનું પણ ગમી રહ્યું છે.” તાજેતરમાં સામંથા પોતાનાં પતિ રાજ નિદિમોરુ સાથે જાહેરમાં જાેવા મળી હતી, જ્યાં તેનાં બેબી બમ્પને લઈને ચર્ચાઓ તેજ થઈ હતી. જાેકે સમંથાએ સત્તાવાર રીતે પ્રેગનન્સીની જાહેરાત કરી નથી, પરંતુ વિવિધ અહેવાલો મુજબ દંપતી પોતાના પ્રથમ સંતાનની રાહ જાેઈ રહ્યું છે અને ડિસેમ્બર ૨૦૨૬માં બાળકનાં જન્મની શક્યતા છે.તાજેતરમાં સીનિયર એક્ટર ચિરંજીવીએ પણ સમંથા અને રાજને જીવનનાં આ નવા તબક્કા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમંથા છેલ્લે ‘મા ઇન્તિ બંગારમ’માં લીડ રોલમાં જાેવા મળી હતી. ફિલ્મમાં તેણે સ્વર્ણા નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે, જે એક પરંપરાગત પરિવારમાં લગ્ન બાદ પોતાનો ભૂતકાળ છુપાવીને નવી જિંદગી જીવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભુતકાળની કેટલીક ઘટનાઓ ફરી સામે આવતા તેને પોતાના પરિવારને બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે.ફિલ્મમાં ગુલશન દેવૈયા, દિગંત મંચાલે, ગૌતમી તડિમલ્લા, શ્રીમુખી અને અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન બી.વી. નંદિની રેડ્ડીએ કર્યું છે, જ્યારે સંગીત સંતોષ નારાયણને આપ્યું છે.બ્રેક પર જતાં પહેલાં સમંથા વેબ સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ’માં જાેવા મળશે. આ ભવ્ય સિરીઝમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, વામિકા ગબ્બી અને અલી ફઝલ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.



