
સમય રૈનાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ ૨’ના પહેલા એપિસોડ પર ૫૦ મિલિયન વ્યૂઝ પાર ‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ ૨’ના પહેલા એપિસોડમાં સમય રૈના, આલિયા ભટ્ટ, શરવરી વાઘ, આશિષ સોલંકી અને બલરાજ ઘઈ પેનલિસ્ટ તરીકે હતા
કોમેડિયન સમય રૈના આજકાલ તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ ૨’ ના કારણે ચર્ચામાં છે. પહેલી વખત એવું થયું છે જ્યારે નેટફ્લિક્સ અને યુટ્યુબ પર એક સાથે કોઈ શો રિલીઝ થયો હોય, પરંતુ આ કારણે નેટફ્લિક્સને નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. કોમેડિયને હમણાં જ ૨૦ જૂને શોનો પહેલો એપિસોડ રિલીઝ કર્યાે હતો અને માત્ર ૬ દિવસમાં આ વીડિયોને ૫૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે.આશ્ચર્યજનક રીતે આ વ્યૂઝ ફક્ત યુટ્યુબના છે, નેટફ્લિક્સના નહીં. આ સાથે જ સમય રૈનાએ આ શો ના પહેલી સિઝનના તમામ એપિસોડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ ૨’ના પહેલા એપિસોડમાં સમય રૈના, આલિયા ભટ્ટ, શરવરી વાઘ, આશિષ સોલંકી અને બલરાજ ઘઈ પેનલિસ્ટ તરીકે હતા. આ એપિસોડ એકદમ મનોરંજક હતો, તેમાં આવેલા તમામ કલાકારોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળ્યો હતો.હવે સમય રૈનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ એપિસોડની વ્યૂઝ ડિટેલ્સ શેર કરી છે. તેણે પોતાની ચેનલના એનાલિટિક્સની એક તસવીર શેર કરી છે, જેમાં તેની ચેનલના ટોપ ૨ વીડિયો દેખાઈ રહ્યા છે. એક વીડિયો ‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ ૨’ના પહેલા એપિસોડનો હતો, જેના પર ૫૦ મિલિયન વ્યૂઝ જાેવા મળી રહ્યા છે. આ ફોટો સાથે રૈનાએ લખ્યું છે કે, ’૫૦ મિલિયન લેટ્સ ગો…, આ પહેલી સિઝનના કોઈપણ એપિસોડના વ્યૂઝ કરતા વધુ છે. આગામી એપિસોડ આવતા અઠવાડિયે કોઈપણ સમય પર. ’આ તસવીરનો બીજાે વીડિયો સમયના કમબેકનો હતો. જેનું નામ ‘સ્ટિલ એલાઇવ’ હતું. આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયો એપ્રિલમાં રિલીઝ થયો હતો પરંતુ તેના વ્યૂઝ માત્ર ૪૫ મિલિયન હતા. તેમાં કોઈ શંકા નથી કે માત્ર ૬ દિવસમાં ૫૦ મિલિયન એક મોટો રેકોર્ડ છે અને સમયએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે આ વ્યૂઅરશિપ માત્ર યુટ્યુબની છે તેમાં નેટફ્લિક્સનું કોઈ યોગદાન નથી.



