
‘રાકા’માં નેગેટિવ રોલમાં જાેવા મળી શકે છે રશ્મિકા ‘પુષ્પા’ બાદ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી સાથે દેખાશે હાલમાં ‘રાકા’ સિવાય રશ્મિકા પાસે ‘માયસા’, ‘રણબલી’, ‘પુષ્પા ૩’ અને ‘એનિમલ પાર્ક’ જેવી ફિલ્મો પણ છે ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીમાં શ્રિવલ્લી અને પુષ્પા રાજની લોકપ્રિય જાેડી તરીકે દિલ જીતનાર રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન હવે ફરી એકવાર મોટા પડદા પર સાથે જાેવા મફ્રી શકે છે. આ અંગેના અહેવાલો મુજબ, દિગ્દર્શક અટલીની મહત્ત્વાકાંક્ષી સાયન્સ-ફિક્શન ફેન્ટસી એક્શન ફિલ્મ ‘રાકા’ના મુંબઈ શીડ્યુલમાં રશ્મિકા ટૂંક સમયમાં જાેડાવાની છે.અહેવાલો અનુસાર, ‘પુષ્પા’ બાદ આ બંને કલાકારોની એકબીજા સાથે પહેલી ફિલ્મ હશે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ ભારે પસંદ કરી હતી અને હવે ‘રાકા’માં તેમની જાેડી ફરી એકવાર જાેવા મળશે.સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મમાં રશ્મિકા મંદાના નેગેટિવ પાત્ર ભજવતી જાેવા મળી શકે છે. જાે આ માહિતી સાચી સાબિત થશે તો મેઇનસ્ટ્રીમ કમર્શીયલ ફિલ્મમાં રશ્મિકાનો આ પહેલો વિલન અવતાર હશે. જાેકે, નિર્માતાઓએ હજુ સુધી તેનાં પાત્ર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ફિલ્મનું ડિરેક્શન અટલી કરે છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે. મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મ ૨૦૨૭ના અંતમાં થિએટર્સમાં રિલીઝ થાય તેવી શક્યતા છે, જાેકે સ્ટારકાસ્ટ, કથાવસ્તુ અને રિલીઝ ડેટ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તાજેતરના વર્ષાેમાં રશ્મિકા મંદાનાએ તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સફળતા મેળવી છે. ‘પુષ્પા’ ઉપરાંત ‘એનિમલ’ અને ‘છાવા’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓને પણ પ્રશંસા મળી હતી. વર્ક ળન્ટની વાત કરીએ તો ‘રાકા’ સિવાય રશ્મિકા પાસે ‘માયસા’, ‘રણબલી’, ‘પુષ્પા ૩’ અને ‘એનિમલ પાર્ક’ જેવી ફિલ્મો પણ છે. તેમાંની કેટલીક ફિલ્મોની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે કેટલીક હજુ વિકાસના તબક્કામાં છે.હાલ ચાહકોની નજર હવે ‘રાકા’ અંગેની આગામી સત્તાવાર જાહેરાત પર છે, ખાસ કરીને રશ્મિકા અને અલ્લુ અર્જુનની ફરી એકવાર સાથે જાેવા મળનારી જાેડી અને અભિનેત્રીના સંભવિત નેગેટિવ રોલને લઈને ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે.



