
ફિલ્મનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં શૂટ થશે.રણવીરની આગામી ઝોમ્બી થ્રીલર ફિલ્મ પ્રલયનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે.જય મહેતા પહેલીવાર ફીચર ફિલ્મનું દિગ્દર્શન કરશે : ફિલ્મ પ્રલય ૩૦૦ કરોડનાં બજેટનો અંદાજ.રણવીર સિંહની આ મહત્વાકાંક્ષી ઝોમ્બી થ્રીલર’ પ્રલય’નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં શૂટ કરવાની યોજના છે. રણવીરસિંહની કારકિર્દીની સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક આ ‘પ્રલય’ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ ફિલ્મનું ર્નિદેશન જેમને સોંપવામાં આવ્યું છે તે જય મહેતાએ એકપણ ફિલ્મનું દિગ્દર્શન કર્યું નથી. ર્નિદશક તરીકે જય મહેતાની આ પહેલી ફિલ્મ હશે.ફિલ્મની સ્ટોરી લાઇન કઇંક એવી છે કે પ્રલય બાદના મુંબઇ શહેરમાં એક દંપતી તેમનો જીવ બચાવવાના કેવા મરણિયા પ્રયાસો કરે છે તેની વાત છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે કલ્યાણી પ્રિયદર્શનને લેવામાં આવે તેવી વાત સંભળાઇ રહી છે.જાે કલ્યાણીને આ ફિલ્મમાં લેવામાં આવશે તો તેની આ પ્રથમ હિન્દી ફિલ્મ બની રહેશે.



