
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
એક બાજુ દેશભરમાં ગાઇ વગાઇ ને કહેવાય છે કે “બેટી બચાવો, બેટી પઢાવો” પણ અહીં તો માત્ર ૧૩ વર્ષની કિશોરીને જાણે કે પટાવી એની જિંદગી ધૂળધાણી કરવાનો શરમજનક બનાવ સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ચાર દિવસમાં લગભગ એક ડઝન લોકોએ આઠમા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની એક સ્કૂલ ગર્લ પર જાતિય હુમલો કર્યો હતો. શનિવારે બહાર આવેલા આ કેસમાં ૧૦ જણાની ધરપકડ બાદ પોલીસ તપાસ વ્યાપક બની છે.
આ મુદ્દે નોંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR ) માં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ દુર્વ્યવહાર દરમિયાન કિશોરી ને દારૂ પીવડાવ્યો હતો. ચાર હોટલમાં કિશોરી પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.
છોકરીના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ૨૨ જૂને તેને હોટલ જોય ઇનમાંથી શોધી કાઢી હતી. જે આ આરોપીઓની ભોગ બની હતી.



