
દિલ્હીમાં સંસદ ભવન ખાતે બંને નેતાઓ વચ્ચે ચર્ચા સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો સુનિલ તટકરે સાથે પણ પ્રફુલ્લ પટેલની બેઠક, એનસીપીના બંને જૂથો ફરી એક થાય તેવી અટકળો તેજ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે વિલીનીકરણની અટકળોએ જાેર પકડ્યું છે. દિલ્હીમાં સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ વચ્ચે થયેલી મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સંસદ ભવન ખાતે બંને નેતાઓ વચ્ચે આશરે ૪૫ મિનિટ સુધી ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. આ મુલાકાતને NCP ના બંને જૂથો વચ્ચે ફરી એકતાની શક્યતાઓ સાથે જાેડીને જાેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે નવી દિલ્હીના સંસદ ભવન ખાતે NCP ના શરદ પવાર જૂથનાં સાંસદ સુપ્રિયા સુલે અને અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા થતાં NCP ના સંભવિત વિલીનીકરણ અંગેની અટકળો વધુ તેજ બની છે. જાેકે, આ બેઠકમાં વિલીનીકરણ અંગે જ ચર્ચા થઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સુપ્રિયા સુલે સાથેની મુલાકાત બાદ પ્રફુલ્લ પટેલે NCP ના શરદ પવાર જૂથના અન્ય નેતા સુનિલ તટકરે સાથે પણ મુલાકાત કરી હોવાના અહેવાલ છે. બંને નેતાઓ પ્રફુલ્લ પટેલના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક પણ આશરે ૪૫ મિનિટ સુધી ચાલી હોવાનું જાણવા મળ્યું છે. એક પછી એક થયેલી આ રાજકીય મુલાકાતોએ બંને જૂથો વચ્ચે સમાધાનની દિશામાં પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાને વેગ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩માં NCP માં મોટું ભંગાણ પડ્યું હતું અને પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. અજિત પવાર જૂથ મહારાષ્ટ્રની સત્તામાં જાેડાયું હતું, જ્યારે શરદ પવાર જૂથ વિરોધ પક્ષની ભૂમિકામાં રહ્યું હતું. ત્યારથી બંને જૂથો અલગ-અલગ રાજકીય માર્ગે આગળ વધી રહ્યાં છે. હવે બંને જૂથોના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વધતી મુલાકાતોને કારણે ફરી એક થવાની સંભાવનાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે. જાે બંને જૂથોનું વિલીનીકરણ થાય તો મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થઈ શકે છે.NCP ના સંભવિત વિલીનીકરણમાં સૌથી મોટો પ્રશ્ન શરદ પવારની આગામી રાજકીય ભૂમિકાનો છે. જાે બંને જૂથો ફરી એક થાય તો ભાજપ સાથેના રાજકીય સંબંધો કે વિપક્ષી ગઠબંધન સાથેની રાજકીય ભાગીદારી અંગે શું ર્નિણય લેવાશે તે મહત્ત્વપૂર્ણ બની રહેશે. બીજી તરફ, સુપ્રિયા સુલેએ અગાઉ NCP ના વિલીનીકરણ અંગેના સવાલો પર સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે સંકેત આપ્યો હતો કે અજિત પવારના કાર્યકાળ દરમિયાન બંને જૂથો વચ્ચે સર્વસંમતિની શક્યતાઓ હતી, પરંતુ તેમના કાર્યકાળ બાદ સ્થિતિ બદલાઈ છે.હાલ બંને જૂથો તરફથી વિલીનીકરણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં સુપ્રિયા સુલે, પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે વચ્ચેની મુલાકાતોએ મહારાષ્ટ્રના રાજકીય માહોલને ગરમાવ્યો છે. હવે બંને જૂથોના નેતાઓ આગામી દિવસોમાં શું વલણ અપનાવે છે અને NCP ફરી એક થવાની દિશામાં કોઈ નક્કર ર્નિણય લેવાય છે કે નહીં તેના પર રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.




