
હવે મળશે રૂ.૨.૦૫ લાખની સહાય.UPSCના ઉમેદવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત.ગુજરાત સરકારે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાયમાં વધારો કર્યો છે.ગુજરાત સરકાર દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ અને તેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે સ્ટાઈપેન્ડ તેમજ પરીક્ષાના વિવિધ તબક્કે મળતી પ્રોત્સાહન સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.
નવા નિયમો મુજબ, SPIPA માં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને દર મહિને રૂ. ૪,૦૦૦નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ સાત મહિના અથવા UPSC પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી મળશે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. ૩૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. જાેકે, SPIPA ના વિદ્યાર્થીઓને અગાઉ ચૂકવાયેલ સ્ટાઈપેન્ડની રકમ બાદ કરીને બાકીની સહાય ચૂકવાશે. મુખ્ય પરીક્ષા (Mains) પાસ કરનાર યુવકોને રૂ. ૪૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૫૫,૦૦૦ની પ્રોત્સાહન રકમ મળશે.
જ્યારે સિવિલ સર્વિસીઝની આખરી પસંદગીમાં સ્થાન મેળવનાર ગુજરાતના યુવકોને રૂ. ૭૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૧ લાખની સહાય આપવામાં આવશે. આ રીતે સમગ્ર પ્રક્રિયામાં સફળ યુવકને કુલ રૂ. ૧.૫૫ લાખ અને યુવતીને રૂ. ૨.૦૫ લાખ સુધીની સહાય પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ અથવા નોકરી કરતા બિન-ડોમિસાઇલ ઉમેદવારો માટે પણ ખાસ જાેગવાઈ કરવામાં આવી છે. SPIPA ના પર્સનાલિટી ટેસ્ટ તાલીમ વર્ગમાં જાેડાયેલા આવા ઉમેદવારોની આખરી પસંદગી થાય તો યુવકોને રૂ. ૨૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૩૫,૦૦૦ની પ્રોત્સાહક સહાય મળશે.
નાણા વિભાગની સંમતિ બાદ સામાન્ય વહીવટ વિભાગે આ સુધારેલા દરોને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ ર્નિણયથીUPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આર્થિક બળ મળશે અને ગુજરાતમાંથી વધુ ઉમેદવારો સિવિલ સર્વિસમાં સ્થાન મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



