
રચિતસિંહ ‘વેલકમ ટુ ખોયા મહલ’ સિરિઝમાં જાેવા મળશે હુમા સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત રચિત સિંહે નકારી ફિલ્મના પ્રમોશન તથા એક લગ્નના રિસેપ્શનમાં હુમા કુરેશી અને રચિતસિંહ જાહેરમાં સાથે જાેવા મળતાં તેમના લગ્નની અફવા ચાલી હતી
હુમા કુરેશીના બોય ફ્રેન્ડ રચિત સિંહે તે અને હુમા ઓક્ટોબરમાં લગ્ન કરી લેવાનાં હોવાની ચર્ચાઓ નકારી હતી.આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જેવા સફળ ફિલ્મ સ્ટાર્સના એક્ટિંગ કોચ રહી ચૂકેલાં રચિત સિંહની હુમા કુરેશી સાથેની બીજી ફિલ્મ ‘બેબી ડુ ડાઇ ડ’ુ રજૂ થયા બાદ બંને ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી રહ્યા હોવાની કાનાફૂસી ચાલી હતી.પણ રચિતસિંહે આખરે ફોડ પાડી જણાવી દીધું છે કે તે અને હુમા કુરેશી લગ્ન કરવાના નથી. રચિતસિંહે જણાવ્યું હતું કે પતા નહીં કૌન કહા મેરી મેરેજ કરા રહા હૈ મેં સોચ રહા હું અપની મમ્મી કા નંબર દે દું. સબ લોગ મુઝ સે ફોન કર કે પૂછ રહે હૈ પર યે શાદી નહીં હો રહી હૈ.ફિલ્મના પ્રમોશન તથા એક લગ્નના રિસેપ્શનમાં હુમા કુરેશી અને રચિતસિંહ જાહેરમાં સાથે જાેવા મળતાં તેમના લગ્નની અફવા ચાલી હતી. પણ હવે રચિતસિંહે ખુલાસો કરી દેતાં મામલો થાળે પડી ગયો છે. કર્મા કોલિંગ સિરિઝથી એક્ટિંગ કરવાની શરૂઆત કરનાર રચિતસિંહ હવે ‘વેલકમ ટુ ખોયા મહલ’ સિરિઝમાં જાેવા મળશે.




