
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણના વિવાદ વચ્ચે નવી તૈયારી ઇથેનોલને એલપીજીનો વિકલ્પ બનાવવાની કેન્દ્ર સરકારની તૈયારી સપ્ટેમ્બર સુધીમાં નવી નીતિનું માળખું તૈયાર : દેશમાં ઉત્પાદિત ૨૦ અબજ લિટર ઇથેનોલમાં ૭ અબજનો બાકી પુરવઠો ઉપયોગમાં લેવાશે
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલના મિશ્રણ પછી હવે એલપીજીના વિકલ્પ તરીકે ઇથેનોલ લાવવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય એવી નીતિ તૈયાર કરી રહ્યુ છે જેના દ્વારા ઇથેનોલે ડોમેસ્ટિક કૂકિંગ ફ્યુઅલ તરીકે અપનાવવાનો રસ્તો બનાવવામાં આવશે. આ અંગે ઔદ્યોગિક સંગઠનો અને ઇંધણ પુરવઠા સાથે જાેડાયેલી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.હવે જાે આ યોજના અમલી બને છે તો આગામી સમયમાં રસોઈ ગેસની સાથે ઇથેનોલ પણ એક મહત્ત્વના ઇંધણ તરીકે ઉપયોગમાં લઇ શકાશે. સરકારી સૂત્રો મુજબ મંત્રાલય એવી નીતિ પર કામ કરી રહ્યું છે જેથી ઇથેનોલના ઉત્પાદનથી લઈને ઘરો સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી શકાય. આ નીતિમાં સપ્લાય ચેઇન વિકસાવવી, ઇથેનોલ સ્ટવને પ્રોત્સાહન આપવું અને જરૂર પડતાં સબસિડીની પણ જાેગવાઈ છે. સપ્ટેમ્બર સુધીમાં ઇથેનોલની આ નવી નીતિનું માળખું તૈયાર કરી શકાય છે.ઇથેનોલ એક ગ્રીન ફ્યુઅલ છે. તે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ આધારિત ફીડ સ્ટોકમાંથી તૈયાર કરવામાં આવે છે. તેને અપેક્ષાકૃત સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ગેસની ઉપલબ્ધતા પરનું અવલંબન ઘટાડવા માટે કરી શકાય છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષાેમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.હાલમાં દેશમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે ૨૦ અબજ લિટરનો આંકડો વટાવી ચૂકી છે. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં તેમા બીજા ચાર અબજ લિટરનો ઉમેરો થઈ શકે છે. તેમા ઈ-૨૦માં ૧૧ અબજ લિટર ઉપયોગમાં લેવાયા પછી લિકર, ફાર્મા અને કેમિકલ સેક્ટરમાં ત્રણથી સાડા ત્રણ અબજ લિટર ઉપયોગમાં લેવાયા બાદ સાત અબજ લિટરનો પુરવઠો અનામત પડયો રહે છેસરકારના પેટ્રોલમાં ઇ૨૦ મિશ્રણ કાર્યક્રમ, લિકર ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ સેક્ટર મોટાપાયા પર ઇથેનોલનો ઉપયોગ કરે છે. આમ છતાં દેશમા મોટાપાયા પર ઉપલબ્ધ ઇથેનોલનો ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો નથી. આ સંજાેગોમાં સરકાર ઇથેનોલનો કૂકિંગ ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા ચકાસી રહી છે. તેનાથી ઇથેનોલની ઉત્પાદન ક્ષમતાનો સારો ઉપયોગ થશે અને ખેડૂતોને પણ તેનાથી નોંધપાત્ર ફાયદો મળી શકે છે.ઇથેનોલ આધારિત કૂકિંગ સિસ્ટમને પ્રોત્સાહન આપવા સરકાર નાણાકીય સહાય આપવા પણ વિચાર કરી રહી છે. આ સહાય કેપિટલ સબસિડી કે બીજા કોઈ સ્વરૂપમાં હોઈ શકે છે. તેનો હેતુ પ્રારંભિક ખર્ચ ઘટાડવો અને વધુને વધુ કુટુંબોને ઇથેનોલ આધારિત સ્ટવ ખરીદવા પ્રોત્સાહિત કરવાનો છે.આ યોજના હેઠળ ંઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇથેનોલ સરળતાથી ઉપલબ્ધ કરાવવા ઇથેનોલ એટીએમ સ્થાપી શકે છે. આ મશીનો દ્વારા ગ્રાહકો તેમના બાટલામાં ઇથેનોલ ભરાવી શકશે. આ પ્રકારનું એટીએમ પેટ્રોલ પંપો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના રિટેલ આઉટલેટ્સ પર લગાવવામાં આવે.સરકારે કૂકિંગ ફ્યુઅલની જરૂરિયાતનો મોટો હિસ્સો એલપીજીની આયાત વડે પૂરો કરે છે. હવે ઇથેનોલનો ઉપયોગ વધે તો એલપીજીની આયાત ઘટાડવામાં મદદ મળી શકે છે. તેની સાથે ભવિષ્યમાં ઇંધણ પુરવઠા સાથે સંકળાયેલું જાેખમ પણ ઘટી શકે છે. આ સિવાય સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન મળતા કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે.




