
કોર્ટ સુનાવણી માટે તૈયાર Gen-Z ને ‘ગટર જનરેશન’ કહીને ફસાયા સાંસદ કંગના રણૌત કંગના રણૌતે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું ભારે અપમાન કર્યું છે અને તેમના માતા-પિતા વિરુદ્ધ પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાે
અભિનેત્રી અને ભાજપના લોકસભા સાંસદ કંગના રણૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ફરી એકવાર કાનૂની સંકટમાં ફસાયા છે. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો અને ‘જેન ઝી’ (Gen-Z) ને ‘ગટર જનરેશન’ કહેવા બદલ તેમની સામે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેને અદાલતે સુનાવણી માટે ગ્રાહ્ય રાખી છે.ઉત્તર પ્રદેશના આગ્રાની સ્પેશિયલ MP-MLA કોર્ટે મંગળવારે કંગના રણૌત વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સ્વીકારી લીધી છે. આ અરજી એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે ૨૧ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.જૂન-જુલાઈ દરમિયાન પેપર લીકના મુદ્દાને લઈને દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કંગના રણૌતે એક વીડિયો સંદેશમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ‘ગટર જનરેશન’ કહ્યા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ યુવાનોની સોશિયલ મીડિયા રીલ્સ જાેઈને તેમને ‘ઘીન’ આવે છે અને સવાલ ઉઠાવ્યો હતો કે ‘આવા લોકોને કોણ જન્મ આપી રહ્યું છે અને કોણ ઉછેરી રહ્યું છે?’અરજીકર્તા અને વકીલ રમાશંકર શર્માએ જણાવ્યું હતું કે, કંગના રણૌતે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું ભારે અપમાન કર્યું છે અને તેમના માતા-પિતા વિરુદ્ધ પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાે છે. તેમણે ઉમેર્યું હતું કે, જાે આગ્રા કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવશે, તો તેઓ સેશન કોર્ટ અને જરૂર પડીએ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે.બીજી તરફ, વિવાદ વધતાં કંગના રણૌતે પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે તેમણે તમામ યુવાનો માટે આ શબ્દ નહોતો વાપર્યાે, પરંતુ રસ્તાઓ પર અશ્લીલ અને નૈતિકતા વગરનું વર્તન કરતા ચોક્કસ પ્રદર્શનકારીઓ માટે આ વાત કહી હતી. જાેકે, તેમના આ નિવેદનને કારણે યુવા વર્ગ અને વિપક્ષી પક્ષોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.




