
જહાજાે જે બંદરોએ જશે ત્યાં નવા જીવાણુ પણ લઈ જશે હોર્મુઝમાં ફસાયેલા ૧,૫૦૦ જહાજાે ‘રોગચાળા’ના સુપર સ્પ્રેડર બને તેવો વૈજ્ઞાનિકોને ડર જહાજાે લાંબા સમયથી ઊભા રહેવાના લીધે સમુદ્રી જીવ, શેવાળ, પરજીવી, સૂક્ષ્મ જંતુઓ ચોંટવાની ભીતિ
હોર્મુઝની ખાડી લાંબા સમયથી બંધ રહેવાના કારણે તેની અસર ફક્ત ક્રૂડ ઓઇલ, ગેસ અને વૈશ્વિક વેપાર સુધી જ મર્યાદિત નથી. ફારસની ખાડીમાં લાંબા સમયથી રોકાયેલા જહાજાે એવા ભયને જન્મ આપી શકે છે જેની અસર હજારો કિ.મી. દૂર સુધી પહોંચવાનો ડર સતાવી રહ્યો છે. વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે ફારસની ખાડીમાં લાંબા સમયથી ઊભેલા ૧,૫૦૦ જહાજ સુપર સ્પ્રેડર બની શકે છે.વાસ્તવમાં આ જહાજ લાંબા સમય સુધી એક જ જગ્યો ઊભેલા હોય છે. તેના કારણે તેના નીચેના હિસ્સામાં સમુદ્રી જીવ, શેવાળ, પરજીવી અને બીજા સૂક્ષ્મજીવી જંતુઓ ચોંટવા લાગે છે. તેને બાયોફાઉલિંગ કહેવાય છે. અહીં ડર એ છે કે હોર્મુઝની ખાડી ખૂલ્યા પછી હવે આ જહાજ જુદાં-જુદાં બંદરો તરફ રવાના થશે. તેની સાથે આ જીવ પણ હજારો કિ.મી. દૂર પહોંચી શકે છે.સમુદ્રમાં રહેતા મોટાભાગના જીવ પોતાની સ્થાનિક પરિસ્થિતિના તંત્રનો હિસ્સો હોય છે. પરંતુ જાે કોઈ બહારની પ્રજાતિ કોઈ નવા સમુદ્ર વિસ્તારમાં પહોંચે છે તો તે તેની પ્રાકૃતિક દુશ્મન ન હોવાના લીધે ઝડપથી ફેલાઈ શકે છે. તેનાથી સ્થાનિક માછલીઓ, દરિયાઈ છોડ અને બીજા જીવો માટે ભય સર્જાઈ શકે છે.આ અસર ફક્ત સમુદ્ર સુધી સીમિત નહીં રહે. મત્સ્યપાલન, જળકૃષિ, તટીય ઉદ્યોગ અને તેની સાથે જાેડાયેલી ઇકોનોમી તેની ઝપેટમાં આવી શકે છે. આ જ કારણે વૈજ્ઞાાનિકો લાંબા સમયથી ખાડીમાં ઉભેલા જહાજાેને સુપર સ્પ્રેડર બને તેવો ડર સેવી રહ્યા છે.ફારસની ખાડીના સમુદ્રનું ગરમ વાતાવરણ બાયોફાઉલિંગ માટે અનુકૂળ મનાય છે. આમ જેટલો લાંબો સમય વધુ જહાજ અહીં રહેશે તેટલો વધો સમય વનસ્પતિઓ જમા થવાની સંભાવના વધશે.ફારસની ખાડીમાં પહેલેથી જ ૫૦ જેટલી પ્રજાતિ હાજર હોવાનું મનાય છે. આવામા લાંબા સમય સુધી રોકાયેલા જહાજ વિશ્વના બીજા હિસ્સામાં જશે. તેની સાથે નવા સમુદ્રી જીવ પહોંચવાનું જાેખમ વધી જાય છે. આમ કોઈ એક જહાજના લાંબા સમય સુધી એક જ સ્થળે ઊભા રહેવું તે જહાજ માટે મોટો ખતરો મનાય છે.નિષ્ણાતોનું કહેવું છે કે હોર્મુઝમાંથી નીકળનારા જહાજાેની પહેલા ચકાસણી કરવી જરુરી છે. તેની બહારની સપાટી પર જમા જીવો અને જૈવિક સામગ્રીની ઓળખ કરી શકાય છે. જરુર પડે તો સમુદ્રમાં જતાં પહેલા આ જહાજની અંડરવોટર સફાઈ કરવામાં આવે.




