
આનો હેતુ ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવાનો છે તહેવારોની સીઝન શરૂ થતા પહેલા ખાંડના છૂટક ભાવ ૧૫ ટકા નીચે આવી ગયા એક્સ મિલ કિંમત પણ ૨૮ ટકા ઘટી ચૂકી છે : સરકારે સ્ટોક લિમિટ નક્કી કરવાની સાથે જ આના સપ્લાય પર પણ કંટ્રોલ કરી લીધો છે આસમાને પહોંચી રહેલી ખાંડની કિંમતો હવે જમીન પર આવી રહી છે. તહેવારોની સીઝન શરૂ થતા પહેલા જ ખાંડના છૂટક ભાવ ૧૫ ટકા નીચે આવી ગયા છે. આનો ફાયદો હવે શેરી-મોહલ્લાની દુકાનો પર પણ મળવાનો શરૂ થઈ ગયો છે. દેશમાં ખાંડ સીઝનની શરૂઆત ૧ ઓક્ટોબરથી થઈ ચૂકી છે અને સરકારે તહેવારોની મોસમમાં ગ્રાહકોને ઓછી કિંમતે ખાંડ ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આની અસર પણ દેખાવા લાગી છે અને છૂટક બજારમાં ખાંડના ભાવ ૧૫ ટકા ઓછા થઈ ગયા છે. સાથે જ એક્સ-મિલ કિંમત પણ આશરે ૨૮ ટકા નીચે આવી ગઈ છે.
સરકારે ખાંડના ડીલરો માટે સ્ટોક રાખવાની મુદત ઘટાડીને ૧૫ દિવસ કરી દીધી છે અને સ્ટોક રાખવાની સીમા ૧,૦૦૦ ક્વિન્ટલ નક્કી કરી છે. આ નિયમ ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધી લાગુ રહેશે, પરંતુ કોલકાતા અને તેની આસપાસના મેટ્રોપોલિટન વિસ્તારો અને અસમ રાજ્ય પર આ લાગુ નહીં થાય. આનો હેતુ દેશભરમાં ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવાનો છે અને તેની કિંમતો પર કાબૂ પણ રાખવામાં આવશે.
શું છે સરકારનો નવો ર્નિણય :- ખાંડનો સ્ટોક મળવાની તારીખથી ૧૫ દિવસથી વધુ સમય સુધી નહીં રાખે. દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે ૧,૦૦૦ ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક નહીં રાખી શકાશે. બજારની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કોલકાતા અને અસમના વિસ્તારોમાં સ્ટોકની લિમિટ ૨,૦૦૦ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે.
કોલકાતા અને અસમ પોતાના વપરાશની ખાંડ યુપી, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી મંગાવે છે. અહીં સુધી સપ્લાય કરવામાં ઘણી મુશ્કેલી આવે છે, જેના કારણે સ્ટોક લિમિટ વધારવામાં આવી છે.
સરકારે કેમ બદલ્યો નિયમ :- સરકારના નિયમ બદલવાનો હેતુ એ પાકું કરવાનો છે કે ડિસ્ટ્રીબ્યુશન ચેનમાં ખાંડનો બિનજરૂરી ભરાવો ન થાય અને ખાંડ મિલોમાંથી ડીલરો દ્વારા સપ્લાય સરળતાથી થાય અને આખરે તે ઉપભોક્તાઓ સુધી પહોંચે. આ પગલાનો હેતુ સંગ્રહખોરી પર રોક લગાવવાનો, સટ્ટાબાજી વાળા વેપારને ખતમ કરવાનો અને ડીલરો તરફથી ખાંડનો સ્ટોક ભેગો કરવાથી રોકવાનો છે. ખાંડ રાખવાની માત્રા અને સમય-સીમા નક્કી કરીને સરકાર સપ્લાય ચેનમાં ખાંડની સુચારુ અવરજવરને આસાન બનાવવા માગે છે અને વ્યાજબી કિંમતો પર કન્ઝ્યુમર માટે આની સતત ઉપલબ્ધતા પાકી કરવા માગે છે.
કેટલી સસ્તી થઈ ગઈ ખાંડ :- ખાંડની સરેરાશ છૂટક કિંમતોમાં ઓગસ્ટના ઉચ્ચતમ સ્તરથી ૧૫ ટકાનો ઘટાડો આવ્યો છે અને અપેક્ષા છે કે આમાં વધુ ઘટાડો આવશે, કારણ કે ઓછી એક્સ-મિલ કિંમતોનો ફાયદો સપ્લાય ચેનમાં આગળ પહોંચશે. ખાંડની એક્સ-મિલ કિંમતોમાં લગભગ ૨૮ ટકાનો ઘટાડો આવ્યો છે અને છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ કિંમતો સ્થિર બનેલી છે. આ ઘટાડો સરકાર દ્વારા ખાંડની પૂરતી ઉપલબ્ધતા પાકી કરવા સહિત અન્ય પગલાં ભર્યા પછી દેખાયો છે.
ખાંડ મિલોને પણ આપી સલાહ :- સરકારે ખાંડ મિલોને પહેલાથી જ સલાહ આપી છે કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં મોજૂદ કૃષિ-હવામાન સ્થિતિઓ અનુસાર પીલાણનું કામ શરૂ કરે.




