
એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અમેરિકામાં મૃત્યુદંડની સજા પામેલી એક કેદી બે ઘાતક ઇન્જેક્શનથી બચી ગઈ ટેનેસીમાં, મૃત્યુદંડની સજા પામેલી કેદી ક્રિસ્ટા પાઇકને ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવાના બે પ્રયાસો નિષ્ફળ ગયા અમેરિકાના ટેનેસીમાં મૃત્યુદંડની સજા પામેલી કેદી ક્રિસ્ટા પાઇકને ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવાના બે પ્રયાસો નિષ્ફળ ગયા. તે બંને વખત બચી ગઈ અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેની કાનૂની ટીમે કહ્યું કે પાઇક બેભાન હતી, પરંતુ તેના હૃદયના ધબકારા હજુ પણ સક્રિય હતા અને નસકોરાં સંભળાતા હતા.૫૦ વર્ષીય પાઈકને બે ઈન્જેક્શન આપ્યા બાદ હવે હોસ્પિટલમાં જીવનરક્ષક સારવાર મળી રહી છે, એમ તેમના વકીલે જણાવ્યું હતું. ૧૯ વર્ષીય કોલીન સ્લેમરની હત્યા બદલ ૧૯૯૬માં પાઈકને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. કાનૂની લડાઈ અંત સુધી ચાલી, જેમાં યુએસ સુપ્રીમ કોર્ટે આખરે ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસીની સજાને મંજૂરી આપી.પાઈક ૧૮ વર્ષની હતી જ્યારે તેણી અને તેના બોયળેન્ડ ટેડ્રિલ શિપે ૧૯ વર્ષીય સ્લેમરની હત્યા કરી હતી. તેઓ સ્લેમરને મુશ્કેલીમાં મુકાયેલા કિશોરો માટેના નોકરી તાલીમ શિબિરમાં મળ્યા હતા. ગુરુવારે સ્થાનિક સમય મુજબ રાત્રે ૮ વાગ્યે નેશવિલના રિવરબેન્ડ મેક્સિમમ સિક્યુરિટી ઇન્સ્ટિટ્યૂશનમાં ફાંસી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, પાઈકને બે ડોઝ મળ્યા હતા. ટેનેસીના મૃત્યુ દંડ પ્રોટોકોલમાં જાે પ્રથમ ડોઝ મૃત્યુમાં પરિણમતો નથી, તો દવા ધરાવતી સિરીંજનો બીજાે સેટ વાપરવાની જરૂર છે. જાે કે, તે સ્પષ્ટ કરતું નથી કે જાે વ્યક્તિ બીજા સેટ પછી બચી જાય તો શું થશે.




