
ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી સ્મિત મચ્છર પર હુમલા પાછળ ઈરાનનો હાથ હશે તો બદલો લેશે અમેરિકા ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને જાે ઇરાન દોષિત સાબિત થશે તો તેને છોડવામાં નહી આવે અમેરિકી રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જાે ફ્લાયદુબઈની ઇઝરાયલ જતી ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર કોપાયલટ સાથે ઇરાનનો કોઈ સંબંધ હશે, તો ઇસ્લામિક રિપબ્લિકને ખૂબ જ સખત હુમલાની તૈયારી રાખવી પડશે. ફ્લાઇટમાં રહેલા ૧૮૨ થી વધુ લોકોના જીવન સામે જાેખમ ઊભું કરવાના આ પ્રયાસ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે જણાવ્યું કે વર્તમાન માહિતીના આધારે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને જાે ઇરાન દોષિત સાબિત થશે તો તેને છોડવામાં નહી આવે. યુએઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી બોઇંગ 737 MAX ૮ ફ્લાઇટમાં ઉડાન ભર્યાના અંદાજે ૨.૫ કલાક બાદ આ ગંભીર ઘટના બની હતી. કોપાયલટે (ઓમાની નાગરિક) અચાનક ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. જેના કારણે વિમાન ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઈથી માત્ર ૧ મિનિટમાં ૧૭,૦૦૦ ફૂટ પર આવી ગયું હતું. કોકપિટમાંથી કટોકટીના સંકેત માટે ૭૭૦૦ અને હાઇજેકિંગ માટે ૭૫૦૦ જેવા કોડ મોકલવામાં આવ્યા હતા. લોહીથી લથબથ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે દરવાજાે ખોલતા મુસાફરો અને ટ્રેઇની ક્રૂ સભ્યોએ હસ્તક્ષેપ કરીને કોપાયલટને કાબૂમાં લીધો હતો અને વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. આ ઘટના બાદ સાઉદી અરેબિયાએ શંકાસ્પદ કોપાયલટને યુએઈને સોંપી દીધો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે હુમલાખોરે ઇસ્લામિક કટ્ટરવાદી હતો. આ મામલે ઇઝરાયેલી ગુપ્તચર અધિકારીઓ પણ સાઉદી અરેબિયામાં પૂછપરછમાં જાેડાયા છે. ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ઇઝરાયલીઓ હતા, તેમજ ભારત, યુએઈ અને ૪ અમેરિકી નાગરિકો પણ સામેલ હતા. ઈજાગ્રસ્ત થયેલા કેપ્ટન સ્મિત મચ્છર હાલ અબુધાબીમાં સારવાર લઇ રહ્યા છે અને સ્વસ્થ છે. જાે કે તેમની બહાદુરીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.




