
મોદી સાથે વાત કરતાં-કરતાં રડી પડ્યા કેપ્ટન સ્મિત મચ્છર મને હનુમાનજીએ બચાવ્યો હતો : કેપ્ટન સ્મિત મચ્છર ૧૪૦ કરોડ દેશવાસીઓનું તમે માન વધાર્યું: વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાય દુબઈ ફ્લાઇટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી. આ દરમિયાન કેપ્ટન સ્મિતે બુધવારે બનેલી સમગ્ર ઘટના વડાપ્રધાન મોદીને જણાવી. આ ઘટના દરમિયાન તેમને હિંમત કેવી રીતે મળી તેના વિશે પણ જાણકારી આપી. કેપ્ટન સ્મિતની વાત સાંભળ્યા બાદ PM મોદીએ તેમની બહાદુરીને બિરદાવી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. નોંધનીય છે કે, સ્મિત મચ્છરની અત્યારે અબુ ધાબીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, “આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. મંદિરોમાં જાપ ચાલી રહ્યા છે. તમારી હિંમતે અને તમારા ધૈર્યે ઘણા લોકોના જીવ બચાવ્યા છે. આજે આખો દેશ ગર્વથી કહી શકે કે અમે હિન્દુસ્તાની જીવ લેનાર લોકો નથી, અમે જીવ બચાવનાર લોકો છીએ. તમે તમારા જીવની ચિંતા કર્યા વગર મુસાફરોની જીવની ચિંતા કરી અને સૌથી મોટી વાત તમે ૧૪૦ કરોડ દેશવાસીઓનું તમે માન વધાર્યું. એટલે હું હૃદયથી ગર્વ અનુભવી રહ્યો છું. ગઈકાલે મને મેં ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરી, ગીતાબેન સાથે વાત કરી અને સોનલબેન સાથે વાત કરી.”
આ પછી કેપ્ટન સ્મિતે બુધવારે બનેલી ઘટના પીએમ મોદીને જણાવી. તેમણે કહ્યું કે, “જ્યારે આ ઘટના બની, ત્યારે મને અહેસાસ થયો કે હું અત્યારે કંઈ નહીં કરું તો મુસાફરોના જીવ જતા રહેશે. હું ૧૭ વર્ષથી વિમાન ઉડાડી રહ્યો છું, ૧૧ વર્ષથી હું કેપ્ટન છું. મને આંખ બંધ કરીને પણ ખબર પડે છે કે વિમાનમાં શું થઈ રહ્યું છે. જ્યારે હું નીચે પડેલો હતો, ત્યારે મને અહેસાસ થઈ રહ્યો હતો કે વિમાન નીચે જઈ રહ્યું છે. જે બાદ મેં દરવાજાે ખોલી નાખ્યો અને પછી બધા લોકો આવી ગયા. બાકી લોકોએ પણ ઘણી હિંમત દાખવી છે.”
કેપ્ટન સ્મિતે કહ્યું કે, “જ્યારે પણ સંકટ જેવું કંઈ લાગે ત્યારે હું માત્ર હનુમાન ચાલીસા બોલું છું. તે સમયે પણ હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો. મને ખબર છે કે ભગવાને જ મને બચાવ્યો છે. તમારો ફોન આવ્યો, મને ગર્વ થઈ રહ્યો છે. આટલું કહીને કેપ્ટન રડી પડ્યા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી તમારી સાથે વાત થશે.”
જે બાદ પીએમ મોદી કહ્યું કે, “તમે એટલું મોટું કામ કર્યું છે, દરેક દેશવાસીઓ અને વિશ્વભરના લોકો તમને જાેવા અને તમારી સાથે વાત કરવા ઘણા આતુર છે. તમે જે હનુમાન ચાલીસાની વાત જણાવી, તે માટે તો હું ગીતાબેને પ્રણામ કરીશ, તમને આવા સંસ્કાર આપ્યા.”
જે બાદ કેપ્ટન સ્મિતે કહ્યું કે, “હું દરરોજ સવારે પૂજા કરું છું, હું દરરોજ સવારે મારા ૨ વર્ષના દીકરાને હનુમાન ચાલીસા સંભળાવું છે. કારણ કે મને એવું લાગે છે કે ભલે અમે દેશથી દૂર હોઈએ, પણ સંસ્કૃતિથી દૂર ન હોવા જાેઈએ.” જે બાદ પીએમ મોદીએ કહ્યું કે, “તમને ખબર નહીં હોય લોકો સાવરકુંડલા અને વઢવાણમાં ભાવુક વાતાવરણ બની ગયું છે. આખા હિન્દુસ્તાનમાં ગઈકાલે મંદિરોમાં પૂજા-પાઠ અને આરતી થઈ. તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ, તે માટે પ્રાર્થના કરવામાં આવી. તેથી તમે જલ્દી સ્વસ્થ થઈ જવાના છો, ભારત તમારું સ્વાગત કરવા માટે ઘણું ઉત્સુક છે.”




