
ચોટીલા તાલુકાના હણીયા ગામ તથા ગઢેચી ગામમાં પશુપાલકોની ભેંસોનું ઝેરી કેમિકલના ડમ્પીંગ સ્ટેશનમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પીવાથી મૃત્યુ થયું છે. આ કેમિકલયુક્ત પાણીથી મોટાભાગના પશુઓ તરવાઈ ગયા છે. લોકોને ચામડીના રોગ થવા લાગ્યા છે. જેની આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, રમેશભાઈ ખોરાની દ્વારા મુલાકાત લેવામાં આવી અને ભોગ બનનાર પશુપાલકની મુલાકાત લીધી અને આ પશુપાલક પરિવારની આપવીતી સાંભળી હતી અને સાથે સાથે ડમ્પીંગ સ્ટેશનની આજુબાજુના ખેડૂતોની મુલાકાત લીધી.
આ દરમિયાન AAP ખેડૂત નેતા રમેશ મેરે જણાવ્યું કે, ચોટીલાના આ ગામમાં ઝેરી કેમિકલનો કચરો છોડી અને આ ભાજપ સરકાર ચોટીલા તાલુકાના લોકોને મોતના મુખમાં નાખી રહી છે. પણ હું અહીંથી કહેવા માગું છું કે, આ ડમ્પીંગ સ્ટેશનની નીચેથી નીકળતું પાણી માત્ર ચોટીલા પૂરતું નથી, સુભાદર ડેમમાં ત્યારબાદ ત્યાંથી ભાદર ડેમમાં થઈ ભાલકાંઠામાં પણ આ કેમિકલયુક્ત પાણી જઈ રહ્યું છે, જેનાથી આવનારા સમયમાં મોટું જાનમાલને નુકસાન થાય એવી સંભાવના છે.




