
અમદાવાદ શહેરમાં ફેઝ-૧, ફેઝ-૧ની કામગીરીની વિસ્તૃતિકરણ બાદ મેટ્રો રેલ-૩ : પશ્ચિમ અમદાવાદમાં ૭ રુટ અને ૪૩ નવા સ્ટેશનો ઊભા કરાશે ૫૮ કિલોમીટરના નેટવર્કના ડિઝાઇન અને સર્વે સહિતની કામગીરી માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં ફેઝ-૧, ફેઝ-૧ની કામગીરીની વિસ્તૃતિકરણ બાદ મેટ્રો રેલનું નેટવર્ક પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારમાં પહોંચે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પાેરેશન દ્વારા મેટ્રો રેલની ફેઝ-૩ની કામગીરી માટે ટેન્ડરો જાહેર કર્યા હતા. જેમાં થલતેજથી લઈને ગોધાવી, વાડજ સહિતના પશ્ચિમ વિસ્તારોને જાેડવા કુલ ૫૮ કિ.મી.માં વિવિધ ૭ નવા રૂટનો જારી કર્યા હતા. સાથે આ રૂટમાં ૪૩ જેટલા એલિવેટેડ સ્ટેશન બનાવવાની પણ વાત કરી છે.મધ્ય અને પૂર્વ અમદાવાદ તેમજ ગાંધીનગરને મેટ્રો રેલ હેઠળ જાેડ્યાં બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પાેરેશનને પશ્ચિમ અમદાવાદને આ રેલ પ્રોજેક્ટ હેઠળ જાેડવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તાજેતરમાં જીએમઆરએલ દ્વારા મેટ્રો રેલ ફેઝ-૩ના વિવિધ રૂટ ટેન્ડરો જાહેર કર્યા છે. જેમાં પશ્ચિમ રેલવેના વિવિધ વિસ્તારોને જાેડતા કુલ ૭ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે.જેમાં થલતેજ ગામથી ગોધાવી, શિલજ સર્કલથી ભદ્રાબાદ, એપીએમસીથી ન્યુ ફેસલનગર, વિશાલનગર વેસ્ટથી બાપુનગર નોર્થ, નારણપુરાથી નહરુનગર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી અરિહંતનગર, દુધેશ્વરથી વાડજ સુધીના કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથેસાથે કુલ ૫૮ કિલોમીટરના તમામ રૂટ પર ૪૩ જેટલા એલિવેટેડ સ્ટેશન બનાવવાનો પણ ઉલ્લેખ કર્યાે છે. હાલ મેટ્રો ફેઝ-૩ના વિવિધ ભાગો માટે ડિઝાઇન, સર્વે અને અન્ય પ્રાથમિક કામગીરી માટે જીએમઆરસીએ દરેક રૂટ માટે વિવિધ ટેન્ડરો જારી કર્યા છે.




