
સોફ્ટવેર ટીમમાંથી ૨૦૦ એન્જિનિયરને હાંકી કાઢ્યા હવે ટેક જાયન્ટ એપલમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર એપલમાં વિઝન પ્રો હેડસેટ અને સિરી ડિજિટલ આસિસ્ટન્ટ ટીમના ૧૦૦-૧૦૦ કર્મચારીઓને અસર થઈ છે ટેક જાયન્ટ એપલ (Apple) દ્વારા પોતાના કર્મચારીઓ અંગે એક મોટો અને કઠોર ર્નિણય લેવામાં આવ્યો છે. કંપનીએ હાર્ડવેર પરથી પોતાનું ધ્યાન હટાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ફોકસ કરવા માટે ૨૦૦ થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણીમાં મુખ્યત્વે સિરી (Siri) ડિજિટલ આસિસ્ટન્ટ અને વિઝન પ્રો (Vision Pro) હેડસેટ સાથે જાેડાયેલી ટીમોને સૌથી વધુ અસર થઈ છે.
મળતી માહિતી મુજબ, એપલ પોતાની ‘ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ‘ ટીમના કર્મચારીઓની પણ છટણી કરી રહી છે. આ ટીમ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો એક મહત્ત્વનો ભાગ છે અને ડિવાઇસ પર કેટલાક છૈં ફીચર્સ માટે જવાબદાર છે. કંપનીએ ગેમિંગ પર ફોકસ્ડ ‘વિઝન પ્રો‘ ટીમને મોટા ભાગે બંધ કરી દીધી છે. એકંદરે કંપનીએ ૨૦૦ લોકોની છટણી કરી છે, જેમાં વિઝન પ્રો ઓર્ગેનાઈઝેશનમાંથી ૧૦૦ અને સિરી તેમજ અન્ય સોફ્ટવેર ટીમોમાંથી ૧૦૦ જેટલા લોકોને હટાવવામાં આવ્યા છે.
એપલ પોતાના વોઇસ આસિસ્ટન્ટ સિરીને સંપૂર્ણપણે નવું રૂપ આપી રહ્યું છે. જૂનું સિરી આર્કિટેક્ચર હવે નવા છૈં ને સંભાળવા માટે સક્ષમ રહ્યું નથી. હવે કંપનીને એવા કોડિંગ એક્સપર્ટ્સની જરૂરિયાત છે, જેઓ નવી જનરેટિવ AI નું કામ જાણતા હોય. આ કારણોસર જૂની ટીમમાંથી ૧૦૦ પદો ઘટાડીને નવી AI-કેન્દ્રિત ભૂમિકાઓ ઊભી કરવામાં આવી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફાર યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે છે. કંપની પ્રભાવિત કર્મચારીઓને એપલમાં જ અન્ય જગ્યાએ અરજી કરવાની તક આપીને મદદ કરવા પ્રતિબદ્ધ છે.
રિપોર્ટ અનુસાર, ૩ લાખ રૂપિયાથી વધુની ભારેખમ કિંમત અને વજનના કારણે વિઝન પ્રો ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, તેના માટે ૩ડ્ઢ ઇમર્સિવ વીડિયોના એક-એક એપિસોડ પાછળ લાખો ડોલરનો જંગી ખર્ચ થતો હતો.
ઓછા યુઝર બેઝના કારણે આ પ્રોજેક્ટ કંપની માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો હતો. આર્થિક નુકસાન અટકાવવા એપલે પોતાની ઇન-હાઉસ ગેમિંગ અને વીડિયો પ્રોડક્શન ટીમને પણ અત્યંત નાની કરી દીધી છે.




