
દુષ્કાળથી મદિરા પર સંકટ ! ફ્રાંસની વાઇન ઇન્ડસ્ટ્રી પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર ઋતુ પરિવર્તનને લીધે ૨૦૨૬માં દ્રાક્ષના દારૂનું ઉત્પાદન ૭૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું : ભીષણ ગરમીને લીધે દ્રાક્ષનું ઉત્પાદન ઘટયું દ્રાક્ષમાંથી બનાવેલો ફ્રાંસનો દારૂ દુનિયાભરમાં વિખ્યાત છે. પરંતુ ઋતુ પરિવર્તન, વધતું જતું ઉષ્ણતામાન અને દુષ્કાળ જેવી પરિસ્થિતિની વાઇન ઇન્ડસ્ટ્રી ઉપર સીધી અસર થઇ છે. ફ્રાંસનાં કૃષિ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી છે કે ૨૦૨૬માં વાઇનનું ઉત્પાદન ૭૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. વાસ્તવમાં છેલ્લા ૩ વર્ષથી ઉત્પાદન ઘટતું ગયું છે. પરંતુ આ વર્ષે તો તે સૌથી નીચા સ્તરે છે. આ કારણે ફ્રાંસમાં વાઇન ઇન્ડસ્ટ્રી પણ તકલીફમાં મુકાઇ ગઇ છે. ફ્રેન્ચ વાઇન યુનિયનના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બર્ગન્ડી પ્રાંતમાં દ્રાક્ષની કટાઇ ૧૪ ઓગસ્ટથી શરૂ થઈ. તે હજી સુધીમાં થયેલી સૌથી પહેલી કાપણી થતી હતી. પરંતુ આ વખતે વારંવાર તેમાં તારીખ બદલવી પડે છે. તેનું કારણ ઋતુ પરિવર્તન છે.જાે કે દરેક પ્રાંતમાં તેની જુદી જુદી અસર થાય છે. લોઅરવેલી અને શેમ્પાઇન પ્રાંતો જ સામાન્યત: ઠંડા અને સમશીતોષ્ણ ગણાય છે. ત્યાં ગરમીનું પ્રમાણ વધુ છે. જયારે દક્ષિણ ફ્રાંસના બોર્ડાેકસ અને લેંગુઇડોક્સ રો ઉસીબીમાં ગત વર્ષના પ્રમાણમાં ઉત્પાદન વધ્યું પણ છે.આમ છતાં સરકારી સ્ટેટેસ્ટિકસ એજન્સી એગ્રેસ્ટેના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ફ્રાંસના વાઇન ઉત્પાદકો ૩૪ મિલિયન હેકટોમિટર જેટલું વાઇન- ઉત્પાદન ઓછું કરશે. તેનું ઉષ્ણતામાન ૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું તે છે. ખેતરો સુકા હતા. ખૂબ જ તાપ પડતો હતો તેથી દ્રાક્ષના માંડવાઓમાં ઝળુંબતી દ્રાક્ષ તો તેની કાપણી કરનારા પહોંચે તે પહેલાં જ સૂકાઈ ગઈ હતી. તેથી આ વર્ષે વસંતમાં દ્રાક્ષનો સારો ઉતાર થવાની શક્યતા જ રહી ન હતી.




