
UN માં ખૂબ ગરજ્યા ઈઝરાયલના પીએમ બેંજામિન યહૂદી અસહાય નથી, બરાબર જવાબ આપશે તેમણે ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે અને કહી દીધું છે કે તેમના પર હુમલો થયો તો જડબાતોડ જવાબ મળશે
ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ એ દુનિયાભરના દેશોને ખૂબ ખખડાવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષથી ઇઝરાયેલ આતંકવાદીઓ સામે લડી રહ્યું છે પરંતુ ઇઝરાયેલનો સાથ આપવાને બદલે હમાસ અને હિજબુલ્લા જેવા આતંકીઓનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. આતંકવાદ મુદ્દે બેંજામિન નેતન્યાહૂ એ સ્પષ્ટ કહી દીધું કે ઈઝરાયલ લડવાનું નહીં છોડે અને પોતાની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે તેમના પર કોઈ હુમલો કરશે તો ઇઝરાયેલ એને બરાબર જવાબ આપશે.
સામાન્ય સભામાં બોલવા માટે જ્યારે બેંજામિન નેતન્યાહૂનું નામ બોલાવવામાં આવ્યું તો ઇસ્લામિક દેશો, યુરોપિયન યુનિયન અને આફ્રિકાના મોટાભાગના દેશો એ તેમનો બોયકોટ કર્યો અને નેતાઓ હોલની બહાર નીકળવા લાગ્યા. આ દ્રશ્ય જાેઈને સ્ટેજ પરથી બેંજામિન નેતન્યાહૂ એ હળવા અંદાજમાં એવું કહ્યું કે, ભાષણ શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જાે હોલમાં હજી પણ કોઈ કાયર હોય તો તે બહાર નીકળી જાય… બેંજામિન નેતન્યાહૂનો આવાજ સાંભળીને હોલમાં અંદર બેઠેલા રાજકીય નેતાઓએ તાળીઓ વગાડી તેનું સ્વાગત કર્યું અને પછી નેતાન્યા હોઈએ બોલવાનું શરૂ કર્યું.
ઇઝરાયેલ ના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ આ તકે ઈરાનનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે ઈરાનના પરમાણુ ઠેકાણા નો નાશ કરવો મુશ્કેલ હતું પરંતુ એક પ્રધાનમંત્રી તરીકે તેણે કરેલો ર્નિણય સૌથી સરળ હતો કારણ કે જાે ઇઝરાયેલ આવું ન કરે તો બધા જ મરી ચૂક્યા હોત. બેંજામિન નેતન્યાહૂ અરબ દેશો ઉપર પણ ખૂબ વરસ્યા. તેમણે એવું પણ કહ્યું કે ઇઝરાઇલ એવા અરબ દેશોની પણ રક્ષા કરે છે જેના પ્રતિનિધિ થોડીવાર પહેલા જ હોલમાંથી બહાર નીકળી ગયા. કેટલાક પ્રતિનિધિએ ઈરાનના પરમાણુ હથિયારને નષ્ટ કરવા માટે તેમનો આભાર પણ માન્યો હતો. પરંતુ તેમનું આ પાખંડ આશ્ચર્યજનક છે અને કલ્પના ન કરી શકાય તેવું છે.
ઇઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહૂએ તેના ભાષણમાં આગળ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સાત મોરચે યુદ્ધ કરી રહ્યા છે. ઇઝરાઇલ ન્યુ જર્સી જેવડો દેશ છે જે ૩ વર્ષથી દિવસ રાત લડી રહ્યો છે. હમાસ, હિજબુલ્લાહ, હૌથી, ઈરાન, ઈરાકમાં મિલિશિયા, સીરિયામાં મિલિશિયા, યહૂદિયા અને સામરિયામાં ફિલિસ્તીની આતંકવાદી, આ બધા જ ઇઝરાઇલને ધરતી પરથી હટાવી દેવા માટે એક થઈ ગયા હતા. પરંતુ તેઓ અસફળ રહ્યા કારણ કે ઇઝરાયેલને તેમને બરાબર જવાબ આપ્યો.
યુએનમાંથી યહૂદી વિરોધીઓને ચેતવણી આપતા બેંજામિન નેતન્યાહૂ ને સ્પષ્ટ કહી દીધું કે દુનિયાભરના યહૂદી વિરોધી ઇઝરાઈલ ના લોકોમાં ડર ઉભો કરવા માંગતા હતા. આવા લોકો વિશે તેમને બધી જ ખબર છે. પરંતુ તે દિવસો બદલી ગયા જ્યારે યહૂદી અસહાય અને પીડિત હતાં. હવે તેમની પાસે એક રાષ્ટ્ર છે, તેમની પાસે એક સેના છે અને એક મોટો જનસમૂહ છે જે પોતાની રક્ષા કરવા માટે તૈયાર અને પ્રતિબંધ છે. આ તકે તેમણે એક મોટો સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું યહૂદી માથું ઊંચું રાખી ગર્વ અનુભવ કરે અને ડરનો અનુભવ ન કરે. કારણ કે તે સત્ય અને ન્યાયની રક્ષા કેવી રીતે કરવી તેઓ જાણે છે. જાે તેમના પર કોઈ હુમલો કરશે તો તે જવાબ પણ આપશે.




