
આડકતરી રીતે પાકિસ્તાની જાસૂસ કહેતા સિંગરે આપ્યો જવાબ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અદનાન સામી પર મજાક આયુષ્યમાન ખુરાના, કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે શોમાં પહોંચ્યા હતા
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના લટેસ્ટ એપિસોડમાં આયુષ્યમાન ખુરાના સામેલ થયા હતા. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ સાથે જાેડાયેલી વાતચીતમાં તેમના પાકિસ્તાની જાસૂસવાળા પાત્રનો ઉલ્લેખ કરતી વખતે અદનાન સામીનું નામ લેવામાં આવ્યું હતું. જેના પર હવે ખુદ સિંગર અદનાન સામીએ જવાબ આપ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.આયુષ્યમાન ખુરાના, કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે શોમાં પહોંચ્યા હતા. આ એપિસોડનો વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સમય રૈના આયુષ્યમાનને તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ વિશે પૂછતા જાેવા મળે છે.આયુષ્યમાને પોતાની આ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે આ ભારતની પહેલી પેટ્રિઓટિક કૉમેડી અને સ્પાય કૉમેડી છે. જેમાં તેઓ પાકિસ્તાની જાસૂસનું પાત્ર ભજવી રહ્યા છે, જે ભારત આવે છે અને એક અકસ્માત પછી પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. તેમને લાગે છે કે તેઓ ભારતીય છે. તેમને દેશભક્તિ તો યાદ રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે તેઓ કયા દેશના રહેવાસી છે.આયુષ્યમાનની વાત સાંભળીને કલ્લૂએ કહ્યું-’તે અદનાન સામી છે.’ તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. હવે જ્યારે આ વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થયો ત્યારે ખુદ અદનાન સામીએ તેના પર રમુજી પ્રતિક્રિયા આપી છે.આ વીડિયો પર અદનાન સામીએ પણ કોમેન્ટ કરી હતી. તેમણે મજાક કરતા લખ્યું, ‘પહેલા મારી પાસેથી ‘રાઇટ્સ’ લો અને પછી ફિલ્મ બનાવો’ તમને જણાવી દઈએ કે અદનાન સામીને ૨૦૧૬માં ભારતીય નાગરિકતા મળી હતી. આ પહેલાં તેઓ પાકિસ્તાની નાગરિક હતા અને તેમની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો.




