
પ્રત્યુષા બેનર્જી આત્મહત્યા કેસ બોમ્બે હાઇ કોર્ટે રાહુલ રાજ સિંહને આપી ક્લિન ચિટ પ્રત્યુષા બેનર્જી ૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા તેના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી
ટેલિવિઝન અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના ૨૦૧૬ના આત્મહત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને બોમ્બે હાઇ કોર્ટે ક્લીન ચિટ આપી દીધી છે. ન્યાયમૂર્તિ એસ. જી. ડિગેએ બુધવારે રાહુલ રાજ સિંહની અરજી મંજૂર કરી હતી. આ સાથે લગભગ એક દાયકાથી ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે.પ્રત્યુષા બેનર્જી ૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા તેના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે મુંબઈ પોલીસે રાહુલ રાજ સિંહ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો, હુમલો કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬, ૩૨૩ અને ૫૦૬ હેઠળ કેસ નોંધ્યો હતો. જુલાઈ ૨૦૧૬માં બોમ્બે હાઈ કોર્ટે તેને આગોતરા જામીન આપ્યા હતા.બાંગુર નગર પોલીસે ૨૦૧૮માં આ કેસમાં આરોપપત્ર દાખલ કર્યા બાદ રાહુલ રાજ સિંહે આરોપમાંથી મુક્ત કરવાની અરજી કરી હતી. જાેકે, ડિંડોશી સેશન્સ કોર્ટે ઓગસ્ટ ૨૦૨૩માં તેની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલે આ ર્નિણયને બોમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યાે હતો. સેશન્સ કોર્ટે તે સમયે સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપને સિદ્ધ કરતી પ્રથમદર્શી સામગ્રી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યાે હતો.હાઇ કોર્ટમાં રાહુલ રાજ સિંહના વકીલોએ બંને વચ્ચેની છેલ્લી વાતચીતનો ઉલ્લેખ કર્યાે હતો. વકીલોની દલીલ હતી કે આ વાતચીતમાં રાહુલે પ્રત્યુષાને કોઈ પણ આત્યંતિક પગલું ન ભરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યાે હતો અને તે સમયે તે તેને મળવા જઈ રહ્યો હતો. વકીલો દ્વારા આત્મહત્યા અંગે કોઈ નોંધ નહીં હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે આ દલીલોને ધ્યાનમાં લીધી હતી.રાહુલ રાજ સિંહ તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે તે પ્રત્યુષાને બચાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ હતો. વકીલોએ કહ્યું હતું કે તેણે મોઢેથી શ્વાસ આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યાે હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બીજી તરફ, અગાઉ સેશન્સ કોર્ટમાં પ્રત્યુષાના પરિવાર તરફથી રાહુલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કેસની સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ પર દલીલો થઈ હતી.હવે બોમ્બે હાઇ કોર્ટે ઉપલબ્ધ સામગ્રીના આધારે રાહુલ રાજ સિંહને પ્રત્યુષા બેનર્જીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. હાઈ કોર્ટનો વિગતવાર આદેશ બાદમાં ઉપલબ્ધ થશે. આ ર્નિણય સાથે ૨૦૧૬માં શરૂ થયેલા આ કેસમાં રાહુલ રાજ સિંહ વિરુદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહી ઉપર હવે પૂર્ણવિરામ મુકાયું છે.




