
ગણેશે તીરંદાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો સેલિંગમાં આવ્યો સિલ્વર, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ ભારતે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે, જે પુરુષોની સ્કિફ સ્પર્ધામાં મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરિસિંકલ નોબલ દ્વારા મેળવવામાં આવ્યો હતો જાપાનના આઇચી નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ નો આજે એક્શન વાળો ૧૨મો દિવસ છે. ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ૧લી ઓક્ટોબર ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ બની રહ્યો કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકીની સેમીફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે, જે પુરુષોની સ્કિફ સ્પર્ધામાં મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરિસિંકલ નોબલ દ્વારા મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મહિલા સ્ક્વોશ ટીમે સેમીફાઇનલ મેચમાં હાર બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે ગણેશે પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પરિણામો બાદ, ભારત હાલમાં મેડલ ટેલીમાં ૮મા સ્થાને છે અને તેણે કુલ ૬૩ મેડલ જીત્યા છે, જેમાં ૧૦ ગોલ્ડ, ૨૨ સિલ્વર અને ૩૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતના ગણેશ મણિએ કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો. તેમણે કાંસ્ય પદકના મુકાબલામાં વિયેતનામના કોન્ગ ડુક ડાન્ગને ૧૪૯-૧૪૪ થી હરાવ્યો. એશિયન ગેમ્સમાં સેલિંગ સ્પર્ધામાં ભારતનો પહેલો પદક, પુરુષોની સ્કિફ સ્પર્ધામાં પ્રિન્સ કુરીસિનકલ અને મનુ ફ્રાન્સિસની જાેડીએ સિલ્વર મેડલ જીતી લીધો છે. કુલ ૯ રેસમાં ભારતીય જાેડીએ ૨૩ અંકો સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, ચીને ગોલ્ડ જીત્યો.
એશિયન ગેમ્સની મહિલા ટીમ સ્ક્વોશ સેમિફાઇનલમાં ભારતને હોંગકોંગ સામે ૧-૨ થી હાર મળી. આ હાર સાથે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. તન્વી ખન્નાએ પોતાનાથી ઊંચી રેન્કિંગ વાળી ખેલાડીને હરાવી, જ્યારે અનાહત સિંહ ૨-૩ થી નજીકી મુકાબલો હારી ગઈ અને ચાર મેચ પોઇન્ટનો ફાયદો ઉઠાવી શકી નહીં. નિર્ણાયક મેચમાં જાેશના ચિનપ્પા પણ હારી ગઈ.




