
‘મુન્નાભાઈ’ને ગાંધી બાપુ યાદ આવ્યા ‘કુછ મૂલ્ય કભી પુરાને નહીં હોતે’ : સંજય દત્ત રીલ પર ૧ લાખથી વધારે લાઈક્સ આવી ચૂકી છે. આ રીલ સોશિયલ મીડિયા ઉપર પણ જાેરશેરથી શૅર થઈ રહી છે સંજય દત્તની ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ ઘણાય લોકોની ફેવરીટ ફિલ્મ રહી છે. ગાંધી જયંતીના નિમિત્તે સંજય દત્તની એ ફિલ્મનો ડાયલોગ ‘અગર કોઈ આપકે એક ગાલ પર લાફા મારે તો દુસરા ગાલ આગે કરો’. ફિલ્મમાં ગાંધી વિચારને સરળ ભાષામાં સમજાવી જાય છે. વાત હસી મજાકમાં રજૂ થાય છે પણ મેસેજ તેનો ક્લિયર હોય છે. ગાંધી જંયતિના અવસર પર સંજય દત્તે ‘મુન્નાભાઈ MBBS’ અને ‘લગે રહો મુન્નાભાઈ’ સાથે જાેડાયેલો એક મજેદાર કિસ્સો યાદ કર્યાે છે. આ ફિલ્મના કેટલાક સીન જાેડીને એક રીલ પોસ્ટ કરી છે. આ રીલના માધ્યમથી તેમણે ગાંધીજીના વિચારોને શૅર કર્યા છે.આ રીલ સાથે એક્ટરે લખ્યું હતું કે, ‘કુછ મૂલ્ય કભી પુરાને નહીં હોતે’, બાપુના સત્ય, શાંતિ અને કરૂણા જેવા વિચારને યાદ કરીને ગાંધી જયંતિની શુભકામનાઓ પાઠવી હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે, મુન્નાભાઈ અને સર્કિટ ૨ ઑક્ટબરને લઈને વાત કરે છે. મુન્નાભાઈ ૨ ઑક્ટોબર શું છે એ અંગે સવાલ કરે છે. જ્યારે સર્કિટ બાપુના જન્મદિવસ અંગે વાત કહે છે. વાત છેલ્લે બાપુના વિચારો સુધી જઈને અટકે છે. ખાસવાત એ છે કે, આ રીલમાં ગાંધીના વિચારોને કોઈ ગંભીર સ્પીચ તરીકે નહીં પણ મુન્ના અને સર્કિટની હળવી શૈલીમાં રજૂ કરવામાં આવી છે. આ સાથે રીલમાં એક મુંબઈની ફીલ આવે છે. એક ડાયલોગ જે ફેન્સને એ સમયે પણ ગમ્યો હતો અને આજે પણ ગમે છે તે એ છે કે, ‘દેશ તો અપના હો ગયા પર લોગ પરાયે હો ગયે’. ફિલ્મના જ અલગ અલગ ટુકડાની એક મસ્ત રીલ બનાવીને સંજુબાબાએ એક હળવી શૈલીમાં ગાંધી વિચારને રજૂ કર્યા હતા. આ રીલ પર ૧ લાખથી વધારે લાઈક્સ આવી ચૂકી છે. આ રીલ સોશિયલ મીડિયા ઉપર પણ જાેરશેરથી શૅર થઈ રહી છે. જ્યારે ફેન્સ આ રીલ્સ પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે કમેન્ટ બોક્સમાં દિલવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે તો કોઈએ બાબાને સામે શુભેચ્છાઓ પણ પાઠવી દીધી છે. જ્યારે કબીર બેદીએ સાબરમતી આશ્રમમાં ક્લિક કરેલી ચરખો ચલાવતી એક તસવીર શૅર કરી છે. એક્ટર અલી ફઝલે પણ ગાંધી વિચારને યાદ કરીને મસ્ત ગ્રાફ્કિસ શૅર કર્યું હતું. સમગ્ર દેશમાં ગાંધી જંયતીની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સામાન્ય વ્યક્તિથી લઈ નેતા સુધીના લોકોએ ગાંધીને એક અલગ અંદાજમાં યાદ કર્યા હતા. રાજઘાટ અને ગાંધી આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળ પર સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી જ્યારે ગાંધીના જન્મસ્થળ એવા પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સવિશેષ ઉપસ્થિતિમાં એક ખાસ પ્રાર્થના કાર્યક્રમ પણ યોજાયો હતો.




