
મારુ ‘પંજાબી લોહી’ જ મારી રમુજનું કારણ છે : શહેનાઝ ‘મારા કારણે બિચારાઓને ટ્રોલ્સને વ્યૂઝ મળી જાય એવી પ્રાર્થના કરું છું’ : શહેનાઝ અભિનેત્રી અને ગાયિકા શહેનાઝ ગિલ અવારનવાર પોતાનાં અંગત જીવનને લઈને અફવાઓ અને ટ્રોલિંગનો સામનો કરે છે
અભિનેત્રી અને ગાયિકા શહેનાઝ ગિલ અવારનવાર પોતાનાં અંગત જીવનને લઈને અફવાઓ અને ટ્રોલિંગનો સામનો કરે છે. જાેકે, આવી પરિસ્થિતિઓને લઈને તેનો અભિગમ ગંભીર થવાને બદલે રમુજી છે. તાજેતરની વાતચીતમાં તેણે કહ્યું કે તેના નામે અફવા કે નકારાત્મક હેડલાઇન બનાવનારા લોકોનો હેતુ તેને સમજાય છે, કારણ કે તેમને પણ સમાચાર વેચવાના હોય છે. પોતાની વાતનો હળવા અંદાજમાં ઉલ્લેખ કરતાં શહેનાઝે કહ્યું કે જાે તેની કોઈ ભુલથી બોલાયેલી વાત પણ હેડલાઇન બની જાય તો તે પ્રાર્થના કરે છે કે તેનાં કારણે સંબંધિત લોકોને સારા વ્યૂઝ મળી જાય. તેણે ઉમેર્યું કે સારી વાતોથી કોઈને ફાયદો ન થયો હોય તો ઓછામાં ઓછું આ રીતે કોઈનું ભલું થઈ જાય.પોતાના સ્વભાવ વિશે શહેનાઝ કહે છે કે તેનું ‘પંજાબી લોહી’ જ તેની રમુજનું કારણ છે. તેનાં મતે તે કોમેડી કરવાનો ખાસ અલગ પ્રયાસ કરતી નથી, પરંતુ તેનો સ્વભાવ જ લોકોને રમુજી લાગે છે.મીડિયા સામે કેવી રીતે વર્તવું તેની સલાહ તેને ઘણી વખત મળી હોવા છતાં શહેનાઝ કહે છે કે તેણે ક્યારેય કોઈને પોતાની બોલવાની, ચાલવાની કે વર્તવાની રીત બદલવા દીધી નથી. તેના મતે વ્યક્તિએ પોતાની જાત પ્રત્યે સાચા રહેવું જાેઈએ.આ જ કારણથી લોકો તેને અને શ્રદ્ધા કપૂરને એકસાથે યાદ કરે છે એવું પણ શહેનાઝે જણાવ્યું. એરપોર્ટ પર એક જ દિવસે બે અલગ-અલગ લોકોએ બંને અભિનેત્રીઓના નામ એકસાથે લીધા હતા. કારણ પૂછતાં તેને જવાબ મળ્યો કે બંને પોતાની ભાષા અને સ્વભાવ સાથે જાેડાયેલી રહે છે.શહેનાઝ કહે છે કે જ્યારે લોકો તેની સફર સાથે જાેડાણ અનુભવે છે અને તેનામાંથી પ્રેરણા લે છે ત્યારે તેને લાગે છે કે તેણે જીવનમાં કંઈક યોગ્ય કર્યું છે.




