
પૂર્વ ક્રિકેટરે બેધડક મહોર લગાવી દીધી શમી માટે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના દરવાજા બંધ થયા પૂર્વ ક્રિકેટર વિકેટકીપ બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ શમીના ભવિષ્યને લઈ તમામ પ્રકારની ચર્ચાઓ ખતમ કરી નાખી ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા એક વર્ષથી વાપસી માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શમી ન ફક્ત પોતાની ફિટનેસ પ્રાપ્ત કરી પણ ઘરેલૂ ક્રિકેટમાં પણ પરફોર્મ કરી બતાવ્યું, છતાં સિલેક્ટર્સ તેને નજરઅંદાજ કરી રહ્યા છે. દર વખતે તેને નેશનલ ટીમમાં નહીં સિલેક્ટ કરવા પાછળના કારણે ફિટનેસ બતાવ્યા છે. પણ ફાસ્ટ બોલરે મીડિયામાં આ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે કે તે એકદમ ફિટ છે. આવા સમયે તેનું બોલવું તેની વાપસીમાં અડંગો બની ગયું છે.
આ દરમ્યાન હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિકેટકીપ બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ શમીના ભવિષ્યને લઈ તમામ પ્રકારની ચર્ચાઓ ખતમ કરી નાખી છે. કાર્તિકનું માનવું છે કે હવે ટીમ ઈન્ડિયામાં શમી માટે કોઈ જગ્યા નથી. ભલે પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં વિકેટ કેમ ન લેતા હોય. ક્રિકબઝ સાથે વાત કરતા કાર્તિકે શમીને કહ્યું કે, ભારતીય ટીમ હવે શમીથી આગળ વધી ચુકી છે. પાછળ વળીને જાેવાનો કોઈ ફાયદો નથી. એટલા માટે હું શમી વિશે નહીં વિચારું, ભલે તેણે ખૂબ સારી બોલિંગ કરી હોય. આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમના હાલના બોલિંગ યૂનિટમાં મોહમ્મદ શમી ફિટ નથી બેસી રહ્યો. ટીમ ઈન્ડિયામાં હાલ અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા સ્થાપિત સ્ટાર છે. જ્યારે ગુરનૂર બરાર, આકિબ નબી અને અંશુલ કંબોઝ જેવા ખેલાડીઓને ધીમે ધીમે વધારે મોકા આપવામાં આી રહ્યા છે. જેનાથી ભવિષ્ય માટે ફાસ્ટ બોલરની એક મજબૂત યૂનિટ તૈયાર કરી શકાય. આ જ કારણ છે કે શમીને સાઈડલાઈન કરવામાં આવી રહ્યો છે.
શમીને લઈ કાર્તિકે આગળ કહ્યું કે, ભારતીય ટીમને હાલમાં આગામી વન ડે વિશ્વ કપ માટે એક મજબૂત ટીમ તૈયાર કરવાની છે, જેનાથી સંપૂર્ણ ફીટ ખેલાડીની જરુર પડશે. આવા સમયે ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા ટેલેન્ટની તરફ ફોકસ કરવાનું રહેશે.




