
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ૪ વર્ષ બાદ ભુવનેશ્વર કુમારની ધમાકેદાર વાપસી, શ્રેયસ અય્યર કેપ્ટન ભુવનેશ્વર કુમારે પોતાની છેલ્લી ટી૨૦ મેચ નવેમ્બર ૨૦૨૨માં ઈંગ્લેન્ડ સામે ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રમી હતી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પુરૂષ પસંદગી સમિતિએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા અને ઈન્ડિયા ‘એ’ની ટીમોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય સિનિયર ટીમ ન્યુઝીલેન્ડ સામે ૫ મેચની ટી૨૦ શ્રેણી રમશે, જ્યારે ઈન્ડિયા ‘એ’ ટીમ ન્યુઝીલેન્ડ ‘એ’ સામે ૩ ચાર-દિવસીય મેચ રમશે. વનડે અને ટેસ્ટ સીરીઝ માટેની ટીમોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. આ ટીમ સિલેક્શનમાં સૌથી મોટા સમાચાર અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી છે. શ્રેયસ અય્યરને ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરાયો છે.ઇતિહાસ વાંચો ભુવનેશ્વર કુમારે પોતાની છેલ્લી ટી૨૦ મેચ નવેમ્બર ૨૦૨૨માં ઈંગ્લેન્ડ સામે ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રમી હતી. ત્યારબાદ તે લાંબા સમયથી નેશનલ ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો. જાેકે, છેલ્લા ૨ IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે કરેલા દમદાર પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લી બે સિઝનમાં તેણે શાનદાર બોલિંગ સાથે કુલ ૪૫ વિકેટ ઝડપી હતી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ પસંદગીને લીધે તેણે હોંગકોંગ સિક્સેસમાંથી નામ પાછું ખેંચવું પડશે, જ્યાં તેને તાજેતરમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.




