
કિયારાએ બીજીવાર પ્રેગનન્સીની જાહેરાત કરી પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં કિયારા ફરી પ્રેગનન્ટ ફેબુ્રઆરી ૨૦૨૩માં લગ્ન બાદ જુલાઈ ૨૦૨૫માં પહેલી દીકરી સરાયાહ જન્મી હતી કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બુધવારે ઇન્સ્ટા પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે તેમના પરિવારમાં બીજા સંતાનનું આગમન થવાનું છે. પોસ્ટમાં કિઆરા, સિદ્ધાર્થ અને સરાયાહના હાથમાં નાનકડુ સફેદ મોજું દર્શાવવામાં આવ્યું છે.કિઆરા અને સિદ્ધાર્થે આ જાહેરાત કરતાં જ કરણ જાેહર, ભૂમિ પેડણેકર, આથિયા શેટ્ટી અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિત બોલિવૂડના ઘણાં કળાકારોએ તેમને અભિનંદન આપ્યા હતા. કિઆરા અને સિદ્ધાર્થના ફેબુ્રઆરી ૨૦૨૩માં રાજસ્થાનમાં નજીકના પરિચિતોની હાજરીમાં લગ્ન થયા હતા. ૨૦૨૫ના જુલાઈમાં તેઓ પહેલી પુત્રી સરાયાહના માતાપિતા બન્યા હતા. પહેલીવાર ગર્ભાવસ્થાની જાહેરાત કરતી વખતે જે નાનકડું સફેદ મોજું વાપરવામાં આવ્યું હતું તે જ મોજું બીજીવારની ગર્ભાવસ્થાની જાહેરાત કરવામાં વાપરવામાં આવ્યું છે. પોસ્ટમાં તેમની પહેલી પુત્રી સરાયાહનો નાનકડો હાથ પણ દેખાય છે.કિઆરાની યશ સાથેની છેલ્લી ફિલ્મ ‘ટોક્સિક’ સરિયામ નિષ્ફળ નીવડી હતી તો સિદ્ધાર્થ મલ્હોત્રાની છેલ્લી ફિલ્મ ‘વન’ પણ બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નથી.




