
જાપાનની પિચોની સરખામણીએ ખેલાડીઓને ભારતમાં અનુકૂળ પિચ મળશે ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છે: પૂજારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની ટી૨૦ શ્રેણી રમાવાની છે, જેની શરૂઆત મંગળવારે લખનૌમાં થઈ હતી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું માનવું છે કે જાપાનમાં એશિયન ગેમ્સ દરમિયાન મુશ્કેલ પિચો પર રમ્યા બાદ ભારતીય ટીમ ખાસ કરીને લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી૨૦માં ધીમી પિચોને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ બની ગઈ હતી. જ્યાં ટીમનો આઠ વિકેટે આસાનથી વિજય થયો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની ટી૨૦ શ્રેણી રમાવાની છે, જેની શરૂઆત મંગળવારે લખનૌમાં થઈ હતી.ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે “બોલરોને લખનૌની વિકેટથી કોઈ વાંધો નહીં હોય. આ પિચના સ્વભાવને જાેતા, અહીં ઝડપી બોલર તેમજ સ્પિનર બંને માટે થોડી મદદ મળી રહે છે અને બેટિંગ કરવી એટલી સરળ નથી. પરંતુ ભારતીય ટીમે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. હકીકતમાં જાપાનમાં રમ્યા પછી બેટર ધીમી કે સ્પિન થતી પિચ પર રમવા માટે થોડા તૈયાર હતા. જાપાનની પિચો બેટિંગ માટે સરળ નહોતી.”અભિષેક શર્મા અને રોસ્ટન ચેઝ વચ્ચેના આ સિરીઝમાં સંભવિત મુકાબલા વિશે વાત કરતા પૂજારાએ જણાવ્યું કે ભારતીય ઓપનરમાં ઘણો સુધારો આવ્યો છે અને તે વિન્ડિઝના ઓફ સ્પિનર પર ભારે પડી શકે છે. અભિષેકની વાત કરીએ ત્યારે એ ખૂબ જ ટૂંકો સમય હતો જ્યારે તે નંબર વન પર ન હતો. તેના સ્ટ્રાઇક રેટ, તેની સુસંગતતા અને તે ભારતને જે રીતે શરૂઆત અપાવે છે તે જાેતાં, તે કદાચ ટી૨૦ ફોર્મેટના સૌથી અસાધારણ ખેલાડી પૈકીનો એક છે.”




