
છેલ્લા ૧૦-૧૨ વર્ષના સતત સંઘર્ષનું પરિણામ ગુજરાતી એક્ટર સંવેદના સુવાલકાનાં અજયે વખાણ કર્યાં સંવેદનાએ ૨૦૧૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની ગુજરાતી ફિલ્મ ‘બે યાર’થી તેને ઓળખ મળી ‘દૃશ્યમ ધ કન્ક્લૂઝન’માં વકીલ ગાયત્રી મોહનની ભૂમિકાથી અભિનેત્રી સંવેદના સુવાલકાને દર્શકો વખાણી રહ્યા છે. ફિલ્મની ત્રીજી કડીમાં તેની ભૂમિકા અગાઉ કરતાં વધુ વિસ્તૃત છે અને પ્રકાશ રાજ જેવા અનુભવી અભિનેતા સામેના કોર્ટરૂમ દૃશ્યોમાં પણ તેની હાજરીની નોંધ લેવાઈ છે. સંવેદનાના મતે આ સફળતા એકાએક મળેલી નથી, પરંતુ છેલ્લા ૧૦-૧૨ વર્ષના સતત સંઘર્ષનું પરિણામ છે.સંવેદનાએ ૨૦૧૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની ગુજરાતી ફિલ્મ ‘બે યાર’થી તેને ઓળખ મળી, પરંતુ મુંબઈમાં આવીને લાંબા સમય સુધી ઓડિશન આપતા સંઘર્ષ કરવો પડ્યો. થિયેટર અને સ્વતંત્ર ફિલ્મો બાદ ‘જી કરદા’, ‘ગ્યારહ ગ્યારહ’, ‘ફાઇટર’ અને ‘દૃશ્યમ ૨’ જેવી ફિલ્મો-શોમાં કામ મળ્યું. ‘દૃશ્યમ ૨’માં નાની ભૂમિકા હોવા છતાં મળેલાં પ્રતિસાદે તેને આશ્ચર્યચકિત કરી હતી.ત્રીજી કડીમાં પોતાની ભૂમિકા મોટી હોવાની જાણ થતાં તેની ખુશીનો પાર રહ્યો નહોતો. લેખક આમિલ કીયાન ખાન સાથેની રીડિંગ દરમિયાન જ્યારે તેણે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તેને સમજાયું કે ગાયત્રી મોહનનું પાત્ર આ વખતે કોર્ટની બહાર પણ મહત્વનું છે. આમિલે તેને કહ્યું હતું કે, “તમારું જીવન બદલાવાનું છે.” ‘દૃશ્યમ ૨’ના ક્લાઇમેક્સમાં અજય દેવગન સાથેના મોનોલોગનો અનુભવ પણ સંવેદના માટે યાદગાર રહ્યો. એક જ ટેકમાં સીન ઓકે થયા બાદ અજય દેવગને તેની પીઠ થાબડીને કહ્યું હતું, “વેલ ડન.” સંવેદના કહે છે કે આ નાનકડી પ્રશંસા તેનાં માટે ખૂબ ખાસ બની ગઈ હતી. હવે તે સુભાષ ઘઈની ‘માન્યા’ અને જ્હોન અબ્રાહમ સાથેની રિભુ દાસગુપ્તાની ‘ગુરુ’માં જાેવા મળશે.




