
શંકર ર્નિદેશિત ફિલ્મ ઇન્ડિયન થ્રીનું પોસ્ટર જારી થયું કમલ હાસન ઇન્ડિયન થ્રીમાં સેનાપતિ તરીકે જાેરદાર પુનરાગમન કરશે કમલ હાસનની પહેલી ઇન્ડિયન ૧૯૯૬માં આવી હતી જેમાં તેણે સ્વતંત્રસેનાનીની ભૂમિકા ભજવેલી સેનાપતિ ઇઝ બેક વીથ ઝીરો ટોલરન્સ લાઇન સાથે શંકર ર્નિદેશિત ફિલ્મ ‘ઇન્ડિયન થ્રી’નું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં કમલ હાસનને સેનાપતિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. ૧૯૯૬માં આવેલી ‘ઇન્ડિયન’માં કમલ હાસને એક એવા સ્વતંત્રસેનાનીની ભૂમિકા ભજવી હતી જે ભ્રષ્ટાચાર સામે જંગ ખેલે છે. ત્રણ દાયકા બાદ તેની સિક્વલ ‘ઇન્ડિયન ટુ’ ૨૦૨૪માં આવી હતી જેને બોક્સ ઓફિસ પર ધાર્યાે પ્રતિસાદ મળ્યો નહોતો.‘ઇન્ડિયન થ્રી’ એ તમિલ એક્શન ડ્રામા છે જેનું નિર્માણ લાયકા પ્રોડકશન્સ દ્વારા કરવામાં આવશે. ‘ઇન્ડિયન ટુ’માં અધૂરી મુકવામાં આવેલી વાર્તાને ‘ઇન્ડિયન થ્રી’માં પુરી કરવામાં આવી છે.‘ઇન્ડિયન’ ફિલ્મ કમલહાસનની કારકિર્દીમાં મહત્વની ફિલ્મ પુરવાર થઇ છે અને હવે ઇન્ડિયન ફ્રેન્ચાઇઝનો ધમાકેદાર અંત જાેવા દર્શકો આતુર છે.




