
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બનાવ્યા ૧૦ હજારથી વધુ રન ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે લીધી નિવૃત્તિ ૩૮ વર્ષીય જીત રાવલનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ જ્યારે તે યુવા હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૩૮ વર્ષીય જીત રાવલનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ જ્યારે તે યુવા હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો. તેણે કીવી ટીમ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ૨૪ ટેસ્ટ મેચ રમી હતી. ઓપનિંગ બેટરના રૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે ન્યૂઝીલેન્ડ માટે ૩૯ ઈનિગંમાં ૧ સદી અને ૭ અડધી સદી સાથે ૧૧૪૩ રન બનાવ્યા હતા.
જીત રાવલ કેટલાક વર્ષ ભારતમાં પણ રહ્યો હતો. ગુજરાતમાં તેમણે પોતાનું શરૂઆતી અભ્યાસ કર્યો, જેમાં ભારતના પૂર્વ વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ અભ્યાસ કરતો હતો. રાવલે કહ્યુ કે તે પોતાના કરિયર અને સિદ્ધિઓથી સંતુષ્ટ થઈ સંન્યાસનો ર્નિણય લઈ રહ્યો છે.
જીત રાવલે નિવૃત્તિ પર કહ્યું- આ મારા માટે ખુબ સન્માન અને સૌભાગ્યની વાત છે કે મેં આ ર્નિણય લીધો. હું આ ર્નિણયથી સંતુષ્ટ છું. મારૂ બાળપણનું સપનું હતું કે હું ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટ રમું અને મને મારી સફર પર વર્ગ અનુભવાઈ રહ્યો છે. આ મારૂ સપનું નહોતું પરંતુ મારા પિતાનું પણ સપનું હતું. અમને એક તક જાેવા મળી, તેથી તે પરિવારની સાથે અહીં શિફ્ટ થઈ ગયો, જેણે મને મારા સપનાને હકીકતમાં બદલવામાં સરળતા રહે.
જીત રાવલે નવેમ્બર ૨૦૧૬મા પાકિસ્તાન વિરુદ્ધ પર્દાપણ કર્યું હતું. તેણે કરિયરની પ્રથમ ઈનિંગમાં ૫૫ રન ફટકાર્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે ૨૦૨૦મા ઓસ્ટ્રેલિયા સામે પોતાના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં પ્રથમ ઈનિંગમાં ૩૧ અને બીજી ઈનિંગમાં ૧૨ રન બનાવ્યા હતા.
તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક દિગ્ગજ રહ્યો. ૧૬૪ મેચમાં તેણે ૨૪ સદી સાથે ૧૦૪૩૨ રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ ૪૭.૯૧ની રહી અને તેણે પોતાના કરિયરમાં ૫૦ અડધી સદી પણ ફટકારી હતી.




