
PM અને ગૃહ મંત્રી ગભરાઈ ગયા : કોંગ્રેસ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બંધ: ગૃહ મંત્રાલયના આદેશથી ભડકી કોંગ્રેસ ઐતિહાસિક જંતર-મંતર હવે તે જગ્યા નહીં રહે જ્યાં લોકશાહીને રોજ નવી તાકાત મળતી હતી : જયરામ રમેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીમાં ધરણા-પ્રદર્શન કરવાના સ્થળોને લઈને એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા આદેશ અંતર્ગત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મધ્યમાં આવેલા ઐતિહાસિક જંતર-મંતરને અધિકૃત પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ ર્નિણયને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ પર પોસ્ટ શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, ઐતિહાસિક જંતર-મંતર હવે તે જગ્યા નહીં રહે જ્યાં લોકશાહીને રોજ નવી તાકાત મળતી હતી. આ ર્નિણયથી સાફ સ્પષ્ટ થાય છે કે પીએમ અને ગૃહમંત્રીની જાેડી કઈ હદ સુધી ઘબરાયેલી છે. આ સરકારે શાંતિપૂર્ણ જન પ્રદર્શનોને ખૂબ જ ર્નિદયતાથી કચડી છે અને લોકશાહી હવે ડેમોક્રેસીમાંથી ડેમોકાર્સી બની ગઈ છે.
આ મામલે કોંગ્રેસ સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ પણ આપત્તિ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકારે હવે જંતર-મંતરને પણ પ્રદર્શન સ્થળમાંથી બહાર કરી દીધું છે અને એવું બતાવી રહી છે કે જાણે દિલ્હી તેમના બાપની હોય. લોકસભામાં વિપક્ષના ઉપનેતા અને સાંસદ ગૌરવ ગોગોઈએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે અને તેમને અંદાજ આવી ગયો છે કે તેમનું સિંહાસન હવે વધુ દિવસો સુધી ટકવાનું નથી.
ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે હવે ત્રણ વૈકલ્પિક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીના સીબીડી (CBD) મેદાનનો સમાવેશ થાય છે. જ્યારે નવી દિલ્હી સ્થિત જંતર-મંતરને સત્તાવાર પ્રદર્શન સ્થળોની યાદીમાંથી સત્તાવાર રીતે દૂર કરવામાં આવ્યું છે.




