
આમિર ખાનની પૂર્વ પત્નીએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા ૪૦ વર્ષ ભારતમાં રહ્યો ઈમરાન ખાન, દિલ્હી અને મુંબઈ પોલીસે ખોટું કર્યું બૉલીવુડ અભિનેતા અને આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળતાં ફિલ્મજગતમાં ચર્ચા શરૂ
બૉલીવુડ અભિનેતા અને આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળતાં ફિલ્મજગતમાં ચર્ચા શરૂ થઈ છે. આમિર ખાનની પૂર્વ પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવે આ મામલે પ્રતિક્રિયા આપતાં મુંબઈ પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઇમરાન ખાનને લગતા સમાચારની સાથે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘વાહ! હવે મુંબઈ પોલીસ પણ?’ કિરણ રાવે ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક ચાર સ્ટોરી શેર કરી હતી. તેમાં ઇમરાન ખાનને મળેલી નોટિસ ઉપરાંત દિલ્હી પોલીસની કાર્યવાહી અને અંકિતા ભંડારીનાં માતા-પિતાને લગતી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યાે હતો.કિરણ રાવે શેર કરેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી મહિલા પોલીસે પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરી અને તેમના વાળ ખેંચ્યા હતા. આ વીડિયો સાથે તેમણે વિરોધ પ્રદર્શનમાં ગયેલા મિત્રોની કાળજી રાખવાની અપીલ કરી હતી. તેમણે દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી તેને શરમજનક ગણાવી હતી. અન્ય એક સ્ટોરીમાં દિલ્હી પોલીસ અંકિતા ભંડારીનાં માતા-પિતાને ઇન્ડિયા ગેટ પરથી હટાવતી હોવાનો વીડિયો શેર કરીને તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી.અહેવાલો અનુસાર, ઇમરાન ખાને ૧૦ ઑક્ટોબરે ક્રાંતિ મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસને ઇમરાનની નાગરિકતા અને વિરોધ પ્રદર્શનમાં તેમની ભાગીદારીની તપાસ કરવાની અપીલ કરી હતી. સોમૈયાના દાવા મુજબ, ઇમરાન પાસે ભારતીય નાગરિકતા નથી. આ ઘટનાક્રમ બાદ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મોકલી હતી અને ૨૮ ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.ઇમરાન ખાનની કાનૂની ટીમે નોટિસને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવાની તૈયારી દર્શાવી છે. તેમના વકીલો જુલ્ફિકર મેમન, પરવેઝ મેમન અને ચિરાગ નાઈકે જણાવ્યું હોવાનું અહેવાલોમાં કહેવાયું છે કે નોટિસ સામે અરજી કરીને તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં આવશે. કાનૂની ટીમનો દાવો છે કે ઇમરાન ખાને લાગુ પડતી કોઈ શરતનો ભંગ કર્યાે નથી. વકીલોએ નોટિસમાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ ઍક્ટ, ૨૦૨૫ની કઈ જાેગવાઈનો ભંગ થયો છે તે સ્પષ્ટ ન હોવાનું પણ જણાવ્યું છે. આ મામલે હવે કોર્ટના વલણ પર સૌની નજર રહેશે.




