
ન્યૂ મેક્સિકો કોર્ટે ફટકાર્યો ૨૫ અબજ ડોલરનો દંડ કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડમાં મેટા સામે ઐતિહાસિક કાર્યવાહી ૮.૭ કરોડ વપરાશકર્તાઓની ખાનગી માહિતીના દુરુપયોગ બદલ ટેકજગતનો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ
અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની અદાલતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની મૂળ કંપની મેટા વિરુદ્ધ ડેટા લીક પ્રકરણમાં અત્યાર સુધીનો સૌથી કઠોર અને પ્રચંડ ચુકાદો આપ્યો છે. યુઝર્સની અંગત ગોપનીયતાના ભંગ બદલ કંપની પર ૨૫ અબજ ડોલરનો આર્થિક દંડ લાદવામાં આવ્યો છે. વૈશ્વિક ટેકનોલોજી ઇતિહાસમાં કોઈ પણ કોર્ટ દ્વારા કોઈપણ ટેક કંપનીને ફટકારવામાં આવેલો આ સર્વોચ્ચ દંડ છે. અગાઉ પણ ડેટા પ્રાઇવસીના મુદ્દે અમેરિકી તથા યુરોપિયન અદાલતો દ્વારા મેટા સામે દંડની કાર્યવાહી થઈ ચૂકી છે, પરંતુ વર્તમાન આંકડો અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે છે. કોર્ટના આ આદેશ સામે મેટા દ્વારા ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.
ન્યૂ મેક્સિકોની અદાલત દ્વારા આ ન્યાયિક ફેંસલો ચકચારી કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેલ સંદર્ભે આપવામાં આવ્યો છે. ફેસબુક દ્વારા પોતાના પ્લેટફોર્મના યુઝર્સને અંદરમાં રાખીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાની હકીકત સ્વીકારતા ન્યાયાલયે યુઝર્સની પ્રાઇવસી સાથે ચેડાં કરવા બદલ મેટાને ૨૫ અબજ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૨.૩ લાખ કરોડ રૂપિયાનો મોટો દંડ કર્યો છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧માં ન્યૂ મેક્સિકોની રાજ્ય સરકારે જાતે જ મેટા વિરુદ્ધ કોર્ટમાં કાનૂની લડાઈ આદરી હતી. રાજ્ય સરકાર તરફથી ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા કે આ કંપની પોતાના યુઝર્સને તેમના અંગત ડેટાના સંગ્રહ અને ઉપયોગ અંગે સ્પષ્ટ તથા સાચી માહિતી પૂરી પાડતી નથી. આ ઉપરાંત, પ્લેટફોર્મ પરથી નફરત ફેલાવનારું પ્રસારણ કે કન્ટેન્ટ દૂર કરવામાં પણ નિષ્ફળ રહી છે તથા વિવિધ કિમુતો અપનાવીને ગ્રાહકોની ખાનગી માહિતી ગુપ્ત રીતે તફડાવીને લીક કરે છે.
આ કેસની સુનાવણી દરમિયાન ન્યૂ મેક્સિકોની અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે આ વિવાદ માત્ર યુઝર્સની પ્રાઇવસી પૂરતો સીમિત નથી, પરંતુ સોશિયલ મીડિયા દિ???જાેની સામાજિક અને નૈતિક જવાબદારી સાથે પણ જાેડાયેલો છે. અદાલતે નિરીક્ષણ નોંધાવ્યું હતું કે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા કુલ ૨૯ સત્તાવાર નિવેદનોમાંથી ૨૬ નિવેદનો તદ્દન ભ્રામક અને ગેરમાર્ગે દોરનારા હતા. રાજ્યના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ (ગ્રાહક સુરક્ષા ધારો) હેઠળ આ દંડની શિક્ષા ફરમાવવામાં આવી છે.
આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યા બાદ ન્યૂ મેક્સિકોના એટર્નીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમેરિકી ઇતિહાસમાં કોઈપણ ટેકનોલોજી ઉદ્યોગ પર આટલી મોટી રકમનો દંડ લાદવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ ફેંસલો ભવિષ્ય માટે એક દૃષ્ટાંતરૂપ ઉદાહરણ પૂરું પાડશે. આ કડક પગલાથી અમેરિકાની તમામ ટેક કંપનીઓને સ્પષ્ટ સંદેશ મળી જશે કે તેમણે પોતાની જવાબદારીઓનું ગંભીરતાપૂર્વક પાલન કરવું પડશે અને નાગરિકોની પ્રાઇવસીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. જાેકે, આ સમગ્ર પ્રકરણ વચ્ચે મેટા કંપનીએ નીચલી કોર્ટના આ આદેશને પડકારવા માટે ઉપલી અદાલતમાં અપીલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.




