
અમેરિકાના ર્નિણયથી ચીનની AI કંપનીઓને મોટો ફટકો એડવાન્સ AI ચિપ્સના રિમોટ એક્સેસ પર પ્રતિબંધથી ચીની કંપનીઓના શેરોમાં કડાકો અમેરિકાના ર્નિણય બાદ ઝિપુના શેરમાં સાત ટકા સુધીનો ઘટાડો, અલીબાબા અને બૈદુના શેર પણ ગગડ્યા
અમેરિકાએ એડવાન્સ એઆઈ ચિપના રિમોટ એક્સેસ પર પ્રતિબંધ લાદવાના પગલે અમેરિકા ઉપરાંત ચીનની કેટલીય એઆઈ કંપનીઓના શેરોમાં કડાકો બોલ્યો છે. તાજેતરમાં એનવિડિયા પ્રકરણના કારણે અમેરિકાની એઆઈ કંપનીઓના શેરોમાં ઘટાડો થયો છે. ચીને અમેરિકાએ પાંચ દેશો પર લાદેલા આ પ્રતિબંધની આકરી ટીકા કરી છે.ટ્રમ્પ એપેકની શિખર પરિષદ માટે ચીન જવા રવાના થયા તેપહેલા અમેરિકાના વાણિજ્ય વિભાગે ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલમાં કરવામાં આવતી એડવાન્સ એઆઈ ચિપ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીને અમેરિકાના આ વલણની આકરી ઝાટકણી કાઢી છે.ચીનને એઆઈમાં પાછળ રાખવા માટે અમેરિકાએ એઆઈની એડવાન્સ ચિપ્સના રિમોટ એક્સેસને ચીનની કંપનીઓ માટે અત્યંત મર્યાદિત કરી દીધું છે. તેને નહીંવત જ કહી શકાય. આના પગલે ચીનની જાણીતી એઆઈ કંપની અને જાન્યુઆરીમાં લિસ્ટિંગ પછી ચાલુ વર્ષે ૨૦૦૦ ટકાનો વધારો નોંધાવનારી કંપની ઝિપુનો શેર એક જ દિવસમાં લગભગ સાત ટકા સુધી તૂટયો છે. જૂનમાં ટોચ બનાવ્યા પછી આ કંપનીના શેરમાં અત્યાર સુધીમાં ૮૫ ટકા મૂલ્ય ઘટાડો થયો છે.ઝિપુ પછી તેની હરીફ કંપની મિનીમેન્કસનું મૂલ્ય હાલમાં તેની ટોચથી ત્રીજા ભાગનું થઈ ગયું છે. હોંગકોંગમાં અલીબાબા ગુ્રપ હોલ્ડિંગ લિમિટેડના શેરમાં ૫.૬ ટકાનો કડાકો બોલ્યો છે. જ્યારે બૈદુનો શેર ૬.૬ ટકા ઘટયો છે. રોબોટ મેકર યુશુ ટેકનોલોજીનો શેર શાંઘાઈ ખાતે ૧૧ ટકા સુધી તૂટી ચૂક્યો છે.




