
મીનાબ હુમલાને લઈને ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી ‘અમે તમને શોધી કાઢીશું’, બે અમેરિકી નેવી અધિકારીઓને ઈરાનની ધમકી મીનાબ સ્કૂલ પર મિસાઇલ હુમલામાં ૧૬૮ લોકોનાં મોતનો આરોપ, ઈરાને બે અમેરિકી અધિકારીઓને નિશાન બનાવ્યા
મિનાબ હુમલાનો આદેશ આપનારા ૨ અમેરિકી અધિકારીઓને ઈરાને ચેતવણી આપી, ‘અમે તમને શોધી કાઢીશું’. ઈરાને બે યુએસ નેવી અધિકારીઓને ખુલ્લી ચેતવણી આપી છે. દક્ષિણ આફ્રિકામાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદન બહાર પાડયું, જેમાં બંને અધિકારીઓ પર ફેબ્રુઆરીમાં થયેલા સંઘર્ષ દરમિયાન મીનાબ સ્કૂલ પર થયેલા હુમલામાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો, જેમાં ૧૬૮ બાળકો માર્યા ગયા. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે બંનેનો શિકાર કરશે.ઈરાને બે યુએસ નેવી અધિકારીઓને ખુલ્લી ચેતવણી આપી છે. દક્ષિણ આળિકામાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદન બહાર પાડયું, જેમાં બંને અધિકારીઓ પર ફેબ્રુઆરીમાં થયેલા સંઘર્ષ દરમિયાન મીનાબ સ્કૂલ પર થયેલા હુમલામાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો, જેમાં ૧૬૮ બાળકો માર્યા ગયા.ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે બંનેનો શિકાર કરશે. દૂતાવાસે આઠ મહિના જૂની પોસ્ટ પણ ફરીથી શેર કરી છે જેમાં યુએસ અધિકારીઓને “ગુનેગારો” તરીકે વર્ણવવામાં આવ્યા હતા.પોતાની પાછલી પોસ્ટને ટાંકીને, દૂતાવાસે ચાર શબ્દોમાં લખ્યું, ‘અમે તમને શોધીશું.’ દૂતાવાસે આ અધિકારીઓની ઓળખ કમાન્ડર લી આર. ટેટ (યુએસએસ સ્પ્રુન્સના કમાન્ડિંગ ઓફિસર) અને લેફ્ટનન્ટ કમાન્ડર જેફરી ઇ. યોર્ક (તે જ યુદ્ધ જહાજના એક્ઝિક્યુટિવ ઓફિસર) તરીકે કરી.૨૯ માર્ચની પોસ્ટમાં લખ્યું હતું કે, “આ બે ગુનેગારોને યાદ રાખો. યુએસએસ સ્પ્રુઅન્સના કમાન્ડર લી આર. ટેટ અને એક્ઝિક્યુટિવ ઓફિસર જેફરી ઇ. યોર્ક, જેમણે ત્રણ ટોમાહોક મિસાઇલો છોડવાનો આદેશ આપ્યો હતો.”ફેબ્રુઆરીમાં ઈરાન સામે યુએસ-ઇઝરાયલ યુદ્ધની શરૃઆતમાં, એક યુએસ મિસાઇલ મીનાબમાં શજારે તૈયબેહ સ્કૂલ પર હુમલો કર્યાે, જેમાં ૧૨૩ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૬૮ લોકો માર્યા ગયા.આ ધમકી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને અમેરિકન અધિકારીઓ પર હુમલો ન કરવાની ચેતવણી આપ્યાના એક દિવસ બાદ આવી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જાે કોઈ વરિષ્ઠ અમેરિકન અધિકારીની હત્યા કરવામાં આવે તો ઈરાનનું અસ્તિત્વ ખતમ થઈ જશે.આ તાજેતરનો ખતરો એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને તેહરાન સાથે જાેડાયેલા સતત મૃત્યુની ધમકીઓને કારણે તેમના વોશિંગ્ટન નિવાસસ્થાનથી લશ્કરી બેઝમાં ખસેડવામાં આવ્યા છે.




