
પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં આ હત્યાની ઘટના બની ભાભી સાથે પ્રેમ સંબંધની શંકાએ મિત્રને જ ચપ્પુના ઘા મારી કરી હત્યા યુવતી સાથે મૃતકની વાતચીત હોવાની શંકાને કારણે ગુસ્સામાં આવી મિત્ર સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણની ચપ્પુના ઘા મારી હત્યા કરી
સુરત શહેરના વ્યસ્ત વેપારી વિસ્તારમાં રીંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટ નજીક બનેલી હત્યાની ઘટના પાછળનો ભેદ સલાબતપુરા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુકેશ મધુકર સકટે પોતાના ભાઈની સગાઈ થયેલી યુવતી સાથે મૃતકની વાતચીત હોવાની શંકાને કારણે ગુસ્સામાં આવી મિત્ર સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.
મળતી માહિતી અનુસાર, ૯ નવેમ્બરના રોજ રાત્રે રીંગ રોડની સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે બ્લોક નં. ‘ર્ં’ અને ‘જી’ ની વચ્ચે આવેલા ગેટ નં. ૫ નજીક, પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં આ હત્યાની ઘટના બની હતી. આરોપી મુકેશ સકટે ચપ્પુ વડે હુમલો કરી ૨૧ વર્ષીય સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણને મોતને ઘાટ ઉતાર્યો હતો.હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના પગલે સલાબતપુરા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાત્કાલિક કાર્યરત થઈ હતી. અંતે બાતમીના આધારે આરોપી મુકેશ સકટને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીની પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે આરોપી મુકેશ સકટના ભાઈની સગાઈ થયેલી યુવતી સાથે મૃતક ચડ્ડા ચૌહાણની વાતચીત થતી હોવાની શંકા આરોપીને હતી. આ કારણે બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો. ગુસ્સામાં આવી આરોપીએ રાત્રે ચપ્પુ વડે હુમલો કરી મિત્રની હત્યા કરી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ આરોપી મુકેશ મધુકર સકટને રિમાન્ડ ઉપર લઈ તેની વધુ પૂછપરછ કરી રહી છે.




