
રાજા રઘુવંશી જેવો વધુ એક હત્યાકાંડ પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી ખૂન કરી નાખ્યું પત્નીએ શુક્રવારની રાતે પતિ સૂઈ રહ્યો હતો, પત્ની અને તેના પ્રેમીએ મળીને દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી
મુંબઈના થાણે જિલ્લામાંથી ઇન્દોરના હનીમૂન હત્યાકાંડ જેવો મામલો સામે આવ્યો છે. અહીં ૩ બાળકોની માએ પ્રેમના ચક્કરમાં પોતાના પતિ સાથે એવું કર્યું કે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે. હકીકતમાં જાેઈએ તો, બદલાપુર પશ્ચિમમાં રહેતા એક ૪૪ વર્ષના વેપારી કિશન પરમાર પોતાની પત્ની મનીષા પરમાર અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. તેમને હંમેશા વેપાર અર્થે શહેરની બહાર જવું પડતું હતું. આ દરમિયાન તેની પત્નીની મુલાકાત એ જ બિલ્ડિંગમાં રહેતા એક પરણેલા પુરુષ લક્ષ્મણ ભોઈર સાથે થઈ ગઈ. સમય જતાં બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા.
હકીકતમાં જાેઈએ તો, બદલાપુર પશ્ચિમમાં રહેતા એક ૪૪ વર્ષના વેપારી કિશન પરમાર પોતાની પત્ની મનીષા પરમાર અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. તેમને હંમેશા વેપાર અર્થે શહેરની બહાર જવું પડતું હતું. આ દરમિયાન તેની પત્નીની મુલાકાત એ જ બિલ્ડિંગમાં રહેતા એક પરણેલા પુરુષ લક્ષ્મણ ભોઈર સાથે થઈ ગઈ. સમય જતાં બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા.
પણ થોડા સમય બાદ મનીષાના પતિને આ સંબંધની જાણ થઈ ગઈ, જે બાદ કિશન પરમારે પોતાની પત્નીના આડા સંબંધને લઈને પૂછપરછ કરી. ત્યારથી બંને વચ્ચે હંમેશા ઝઘડા રહેતા. આ વાતથી કંટાળીને પત્નીએ શુક્રવારની રાતે જ્યારે પતિ સૂઈ રહ્યો હતો, પત્ની અને તેના પ્રેમીએ મળીને દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેમણે લાશને ગાદલામાં લપેટીને નાખી. તેમણે લાશને મોટરસાયકલ પર નાખીને બદલાપુર પુલ નજીક ઉલ્હાસ નદીમાં ફેંકી આવ્યા. ત્યાર બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા.
આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તરત કાર્યવાહી કરી. લાશને નદીમાંથી બહાર કાઢી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) (હત્યા) અને ૨૩૮ અંતર્ગત ફરિયાદ નોંધાઈ. આરોપી પત્ની અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી લીધી છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયેલા રાજા રઘુવંશીની હત્યા પણ આવી જ રીતે થઈ હતી. ગત જૂન મહિનામાં રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશીએ પોતાની પ્રેમી સાથે મળીને પતિની હનીમૂનમાં હત્યા કરી નાખી હતી.




